ભાજપના ગઢમાં આપની દહાડ/ ‘હું કટ્ટર ઈમાનદાર છું’: ભરૂચમાં કેજરીવાલ ઉવાચ

આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે. દરેક પાર્ટીઓ તેની રીતે સક્રિય થઇ રહી છે.

Top Stories Gujarat Others
ગુજરાત

એક તરફ આજે ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે તેની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ગુજરાત(ભાજપ)નાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સામાન્ય જનતાના હાથનું બનાવેલું ભોજન તેમની જ સાથે બેસીને જમી રહ્યા છે તો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ ગુજરાત માં આવીને હુંકાર ભરી રહ્યા છે. આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત માં ત્રિપાંખિયો જંગ થશે તે નિશ્ચિત થઈ ગયું છે.

વધુ વિગત અનુસાર આજે ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થવા પામ્યું છે. જેની વચ્ચે આમ આમદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી ભાજપ પર આકરાં પ્રહાર કરતાં મોટું નિવેદન આપ્યું છે કે, આ વખતે AAP-BTPની સરકાર બનશે. આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે, પણ અમારી પાસે જનતાનો પ્રેમ છે. તમે  ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો, તમારા પત્તાં સાફ છે. અમે વિજેતા જરૂર બનીશુ.

વધુ આકરાં પ્રહારો કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમારી આ પ્રથમ જાહેરસભા છે. ગુજરાતનો લોકો લાગણીશીલ છે. હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે છું, મને ગંદુ રાજકારણ કરવાનું નથી આવડતું . હું હંમેશા દીલથી કામ કરું છું. પહેલા દિલ્હીમાં પણ હોસ્પિટલો ખરાબ હતી પરંતુ અમારી સરકાર આવ્યા પછી હોસ્પિટલોને તંદુરસ્ત કરવામાં આવી છે. અમે આરોગ્ય ક્ષેત્રમાં ધ્યાન આપ્યું છે. આ વખતે ગુજરાતમાં AAP-BTPની સરકાર બનશે ત્યારે જેમ દિલ્લીમાં મફતમાં વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર અહીંયા પણ ફ્રીમાં વીજળી આપશે. હું ઈમાનદાર છું એટલે બધુ ફ્રી કરી રહ્યો છું. હું પૈસા ખાતો નથી, હું પૈસા ખાવા દેતો પણ નથી.દિલ્હીમાં છેલ્લા 5 વર્ષમાં 12 લાખ નોકરીઓ આપી છે. હું કટ્ટર ઈમાનદાર છું, કેન્દ્ર સરકારે મારી ઓફિસ-ઘરમાં રેડ કરાવી પણ એમને કંઈ ના મળ્યું, એટલે તો હું આજે અહી ઊભો છું. કેજરીવાલે ગુજરાતમાં વધુમાં વધુ લોકો AAPમાં જોડાય તેવી અપીલ કરી  હતી. ત્યારે બીજી તરફ અન્ય પક્ષ દ્વારા સીએમ કેજરીવાલ વિશે દિલ્હીમાં રહેલી ખામીઓ દર્શાવતી વિડીયો કલીપ વાયરલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાટણમાં ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન ‘સીએમ’ બન્યા ‘કોમનમેન’ : ‘સમરતા ભોજન’ની શરૂઆત