AMETHI/ હું…હું…હું…કહેતી, કોંગ્રેસની દીકરીને ભારે તકલીફ છે: સ્મૃતિ ઈરાની

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ ઉતારી પ્રિયંકા ગાંધીની મિમિક્રી

Top Stories India
Beginners guide to 2024 05 18T175649.507 હું...હું...હું...કહેતી, કોંગ્રેસની દીકરીને ભારે તકલીફ છે: સ્મૃતિ ઈરાની

Amethi News : અમેઠીથી સાંસદ અને બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીની મિમિક્રી ઉતારી છે. તેમણે કહ્યું, કોંગ્રેસની દીકરી કહે છે, બીજેપી શું કરે છે? ધર્મ-ધર્મ બોલે છે, હું…હું…હું…આમ કામ થશે. ઠીક નથી કર્યું મોદીએ, અમે તો કાદવ પર ચાલીને જતા હતા. હું..હું…હું…
કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાની પ્રચાર માટે તિલોઈ વિધાનસભામાં કાર્યક્રમ કરવા પહોંચ્યાં . આ વીડિયો શુક્રવાર મોડીરાતનો જણાવવામાં આવે છે. પ્રિયંકા અને કોંગ્રેસ પર સવાલ કરતાં તેમણે કહ્યું- અમે આટલાં ગામના રસ્તાઓ બનાવ્યા અને તેઓ કહે છે કે તેઓ કાદવમાં ચાલીને જતાં હતાં, કેમ તેમણે રસ્તા ના બનાવડાવ્યા?
તેમણે કહ્યું હતું કે હું મોદીનાં કામ પર મત માગવા આવી છું. જો કામ મોદીની સરકારમાં થયું છે તો લોકો મત તો મોદીને જ આપશે ને. કોઈ કોંગ્રેસને કેમ મત આપશે? મત આપનારા બધા લોકોને મારી અપીલ છે કે પોતાના મતથી કોંગ્રેસને હારનું ઇન્જેક્શન લગાવો.

સ્મૃતિ આગળ જણાવે છે- હું…હું…હું.. કરનારી દીદીને આટલી તકલીફ હતી તો બનાવવા હતાને પાકા રસ્તાઓ. કાદવમાંથી જવાની ક્યાં જરૂર હતી. અમે રસ્તાઓ ઉપર કામ કર્યું છે. 262 ગામમાં પાકા રસ્તા બનાવડાવ્યા છે. જ્યારે કામ મોદી સરકાર કરશે તો મત તો મોદી સરકારને જ મળશે ને?

અમેઠી સાંસદે પ્રિયંકાની મિમિક્રી કરતી વખતે એક વ્યક્તિને કહ્યું, આટલું હસો નહીં, તમે જ માત્ર ફેસબુકિયા નથી, અમે પણ છીએ. હમ ભી દેખત હૈ. તે કહે છે કે મોદીએ કંઈ કર્યું નથી.
હું…હું…હું..વાળી દીદી કહે છે, બીજેપી ધર્મનો ઉપયોગ કરે છે. અમે ક્યારેય ધર્મનો ઉપયોગ કર્યો છે? શું રામમંદિર બનાવડાવીને મોદીએ પાપ કર્યું? કોંગ્રેસ પાર્ટી કહે છે કે અમને મત મળ્યા તો અમે મંદિર નિર્માણનો નિર્ણય બદલી નાખીશું. અમે કહીએ છીએ કે ભાઈ, સાંભળો… કોંગ્રેસ પાર્ટીને કહી દો કે હવે અમે ગૌરીગંજમાં રહીએ છીએ.

ગૌરીગંજમાં હનુમાન ગઢીમાં હનુમાનજીનું મંદિર છે. અમે કોંગ્રેસના લોકોએ કહીએ છીએ, એક કામ કરો ભાઈ…જો હિંમત છો તો ગૌરીગંજ આવીને હનુમાન ગઢી મંદિરના ધ્વજને હાથ લગાવીને જુઓ. જોવા જેવી ના થાય તો મારું નામ સ્મૃતિ ઈરાની નહીં.

ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે હું મોદી માટે, મોદીનાં કામ માટે મત માગવા આવી છું. તમે 20 મેના રોજ પોલિંગ બૂથ પર જાઓ અને કમળનું બટન દબાવો. જે લોકો મત આપશે તેમને હું કહેવા આવી છું, 20 મેના રોજ કમળનું બટન દબાવો અને મોદીને જિતાડો, સાથે જ કોંગ્રેસ પાર્ટીને હારનું ઇન્જેક્શન લગાવો. કોંગ્રેસના નેતાઓ જમીન ખાઈ જાય છે.તેમણે વધુમાં કહ્યું હતું કે અહીં અમારા ધારાસભ્ય મેડિકલ કોલેજ માટે ઘરની જમીન આપવા તૈયાર છે. કોંગ્રેસ સમર્થક પણ મોદી પાસેથી ફ્રી રેશન મેળવે છે. મોદી રેશન અપાવડાવે, મોદી આયુષ્યમાન ભારતના 5 લાખ રૂપિયા અપાવડાવે, મોદી ખેડૂતોને કિસાન સન્માન નિધિ અપાવડાવે, જો મોદી જ બધા લાભ આપી રહ્યા છે તો મત પણ મોદીને જ જશે.

સ્મૃતિ ઈરાની શનિવારે જનસંપર્ક કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને એક યુવકે કોંગ્રેસની ટોપી બતાવી. આના પર સ્મૃતિ ઈરાનીએ હસીને તેમને અંગૂઠો બતાવ્યો અને આગળ જતાં રહ્યાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘સ્વાતિ માલીવાલ બની ભાજપનું પ્યાદુ અનેક દિવસોથી છે નેતાઓના સંપર્કમાં’ AAP નેતા આતિશીનો ગંભીર આક્ષેપ

આ પણ વાંચો:ચારધામના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ભીડને જોતા લેવાયો મોટો નિર્ણય

આ પણ વાંચો:રાહુલ ગાંધી આજે દિલ્હીમાં રામલીલા મેદાનમાં કરશે ચૂંટણી પ્રચાર, કેજરીવાલની ગેરહાજરીથી ઉઠ્યા પ્રશ્નો