Not Set/ સર્ચ એન્જીન ગુગલ દ્વારા I/O ૨૦૧૮ કરાયો લોન્ચ, આપવામાં આવ્યા આ નવા ફિચર્સ

દુનિયાભરમાં સર્ચ એન્જીન તરીકે ઓળખાતી દિગ્ગજ કંપની ગુગલ દ્વારા I/O ૨૦૧૮ લોન્ચ કરવામાં આવ્યો છે. ગુગલના CEO સુંદર પિચાઈએ નવી ટેક ઇન્ડસ્ટ્રી અને ગુગલની સર્વિસમાં નવા ફિચર્સની જાણકારી આપી હતી. નવા એન્ડ્રોઈડ પીમાં ગુગલ દ્વારા નવા સિસ્ટમ નેવિગેશનની સાથે યુઝર ઇન્ટરફેસને વધુ સફળ બનાવવામાં આવ્યું છે. તેમજ ગુગલ આસિસ્ટન્ટ અને જીમેઇલમાં પણ ફેરફાર કરવા માટે […]

Tech & Auto
Google I O 2018 સર્ચ એન્જીન ગુગલ દ્વારા I/O ૨૦૧૮ કરાયો લોન્ચ, આપવામાં આવ્યા આ નવા ફિચર્સ

દુનિયાભરમાં સર્ચ એન્જીન તરીકે ઓળખાતી દિગ્ગજ કંપની ગુગલ દ્વારા I/O ૨૦૧૮ લોન્ચ કરવામાં આવ્યો છે. ગુગલના CEO સુંદર પિચાઈએ નવી ટેક ઇન્ડસ્ટ્રી અને ગુગલની સર્વિસમાં નવા ફિચર્સની જાણકારી આપી હતી.

નવા એન્ડ્રોઈડ પીમાં ગુગલ દ્વારા નવા સિસ્ટમ નેવિગેશનની સાથે યુઝર ઇન્ટરફેસને વધુ સફળ બનાવવામાં આવ્યું છે. તેમજ ગુગલ આસિસ્ટન્ટ અને જીમેઇલમાં પણ ફેરફાર કરવા માટે એલાન કરવામાં આવ્યું છે.

એડપ્ટીવ બેટરી :

એડપ્ટીવ બેટરી યુઝર્સ દ્વારા સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહેલા એપ્સ અને સર્વિસ માટે ખાસ રીતે ઉપયોગી બનશે. આ કારણે મોબાઈલ યુઝર્સને સ્માર્ટફોનને લાંબા સમય સુધી ચલાવવા માટે ઉપયોગી બનશે.

એડપ્ટીવ બ્રાઈટનેસ :

ગુગલ દ્વારા આપવામાં આવેલા આ નવું ફિચર્સ હવે મશીન લર્નિંગનો ઉપયોગ કરશે. આ ફિચર્સ દ્વારા જે તે સમયે યુઝર્સ અલગ-અલગ સેટિંગ્સમાં પોતાની સ્ક્રીનની બ્રાઈટનેશને કેવી રીતે રાખવા માટે પસંદ કરશે.

એપ એક્શન :

એન્ડ્રોઈડ પીમાં એપ એક્શન ફિચર્સ આપવામાં આવ્યું છે, જે એ આગાહી કરશે કે, તમે આગળ કયું કામ કરવાના છો. જેથી તમે વધુ ઝડપી સજાગ રહી શકો.

કંપની દ્વારા ઉદાહરણ તરીકે જણાવ્યું હતું કે, જયારે તમે પોતાના સ્માર્ટફોનમાં હેડફોન લગાવશો ત્યારે આ ફિચર્સ આપમેળે પ્લે લિસ્ટ ઓપન કરીને આપશે.  

સ્લાઈસેસ :

આ ફિચર્સ એ એપ્સ અંગે યુઝર્સને વધુ જાણકારી આપશે, જેનો તમે સૌથી વધુ ઉપયોગ કરો છો.

ડીઝાઇન ચેન્જ :

નવા એન્ડ્રોઈડ પીમાં ગુગલ દ્વારા નવા સિસ્ટમ નેવિગેશન સાથે યુઝર ઇન્ટરફેસને વધુ યોગ્ય બનાવવામાં આવ્યું છે. આ યુઝર ઇન્ટરફેસમાં રીડિઝાઇન કરાયેલા ક્વિક સેટિંગ પણ મળશે. સાથે સાથે વોલ્યુમ કંટ્રોલ, નોટિફિકેશન મેનેજમેન્ટ અને સ્ક્રીનશોટને પણ પહેલા કરતા વધુ સારું બનાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગુગલ દ્વારા કરવામાં આવેલી ઘોષણા મુજબ, હાલ પુરતું એન્ડ્રોઈડ પી બીટા Sony Xperia XZ2, Xiaomi Mi Mix 2S, Nokia 7 Plus, Oppo R15 Pro, Vivo X21, OnePlus 6 અને Essential PH 1 પણ ઉપલબ્ધ કરવામાં આવશે.