મદદ/ દિલીપકુમારે પાકિસ્તાનની કેન્સર હોસ્પિટલ માટે જે મદદ કરી હતી તે હું ક્યારે ભૂલીશ નહીં : ઇમરાન ખાન

ઇમરાને કહ્યું કે પાકિસ્તાનમાં કેન્સર હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે ભંડોળ એકત્ર કરવામાં તેમણે જે ઉદારતા બતાવી તે હું ક્યારેય ભૂલીશ નહીં.

World
imran khan દિલીપકુમારે પાકિસ્તાનની કેન્સર હોસ્પિટલ માટે જે મદદ કરી હતી તે હું ક્યારે ભૂલીશ નહીં : ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને હિન્દી સિનેમાના દિગ્ગજ દિલીપ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને દિલીપકુમારની પ્રશંસા કરી અને કહ્યું કે તેમણે ખરાબ સમયમાં પાકિસ્તાનને કેવી રીતે મદદ કરી હતી. દિલીપ કુમારે 7 જુલાઈએ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ઇમરાન ખાને લખ્યું છે, દિલીપકુમારના નિધનથી દુ:ખ થયું છે જ્યારે એસ.કે.એમ.ટી. (કેન્સર હોસ્પિટલ) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ત્યારે ભંડોળ એકત્ર કરવામાં તેમણે જે ઉદારતા બતાવી તે હું ક્યારેય ભૂલીશ નહીં. પ્રારંભિક ભંડોળનો 10% એકત્ર કરવુ ખૂબ મુશ્કેલ  હતું પરતું  પાકિસ્તાન અને લંડનમાં તેમની હાજરીને કારણે એકત્ર કરવામાં આવ્યુ  હતુ. આ સિવાય દિલીપ કુમાર મારી જનરેશનના માટે સૌથી મહાન અને પ્રતિભાશાળી અભિનેતા હતા.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલીપકુમારને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે લખ્યું છે, દિલીપકુમાર સિનેમાના દંતકથા તરીકે યાદ કરવામાં આવશે. તેમની પાસે જબરદસ્ત પ્રતિભા હતી, જેના કારણે દરેક જનરેશનના પ્રેક્ષકો માં લોકપ્રિય હતા . તેમના અવસાનથી  સાંસ્કૃતિક દુનિયાને નુકસાન છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે સંવેદના.