દુર્ઘટના/ એરફોર્સનું ફાઇટર મિગ -21 વિમાન ક્રેશ,ગ્રુપ કેપ્ટન એ ગુપ્તા થયા શહીદ

એરફોર્સનું ફાઇટર મિગ -21 વિમાન ક્રેશ,ગ્રુપ કેપ્ટન એ ગુપ્તા થયા શહીદ

India
1000 old currency 7 એરફોર્સનું ફાઇટર મિગ -21 વિમાન ક્રેશ,ગ્રુપ કેપ્ટન એ ગુપ્તા થયા શહીદ

ભારતીય વાયુસેનાનું વધુ એક મીગ વિમાન આજે તૂટી પડ્યું છે. જેમાં વાયુસેનાના એક કેપ્ટન શહીદ થયા છે. વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મિગ -21 વિમાન આજે સવારે મધ્ય ભારતના એક એરબેઝથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે રવાના થઈ રહ્યું હતું. અને તે સમયે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના  કેપ્ટન એ ગુપ્તાનું નિધન થયું છે. વાયુસેનાએ આ દુર્ઘટનાનું કારણ જાણવા તપાસના આદેશ આપ્યા છે.

MiG 21: Over 50 glorious years of service in Indian Air Force

ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ભારતીય વાયુસેનાએ કહ્યું કે, આ દુ:ખદ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાએ તેના ગ્રુપ કેપ્ટન એ. ગુપ્તાને ગુમાવ્યા છે. ભારતીય વાયુસેનાએ આ દુ:ખની ઘડીમાં પરિવારના સભ્યો પ્રત્યે ઊંડી દુખની લાગણી વ્યક્ત કરી છે.

આવો જાણીએ મીગ 21 વિમાન વિષે 

ભારતીય વાયુસેનાએ મિકોયાન-ગુરેબિચ ડિઝાઇન બ્યુરો દ્વારા 1961 માં ઉત્પાદિત મિગ -21 વિમાન હસ્તગત કર્યું હતું. તેમાં એન્જીન અને એક સીટ છે. તે એક મલ્ટિ-રોલ ફાઇટર એરક્રાફ્ટ છે જે જમીનને પર વાર કરવામાં સક્ષમ છે. આ વિમાન લાંબા સમયથી ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ સમાન રહ્યા છે.  તેની કલાકદીઠ મહત્તમ ગતિ 2230 કિલોમીટર છે અને 23 બેરલની બે-બેરલ તોપ સાથે ચાર આર -60 ફાઇટર મિસાઇલો લઈ જઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ