Not Set/ #ICC World Cup : સેમી ફાઇનલની 4 ટીમ નક્કી, પણ કોણ કોની સામે તે આજની ગૃપ મેચો નક્કી કરશે

વર્લ્ડ કપ 2019માં બે સેમી ફાઇનલ માટેની તમામ ચાર ટીમો નક્કી થઇ ગઇ છે. ભારત, ઓસ્ટ્રેલીયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ આ ચાર ટીમ વચ્ચે બે સેમી ફાઇનલ રમાશે. પંરતુ સેમી ફાઇનલમાં કઇ ટીમ કોની સામે ટક્કરાશે તે આજે રમાનારી ગૃુપ મેચ નક્કી કરશે.  ભારત જો શ્રીલંકા સામે જીતે અને ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે હારે તો, ભારત […]

Top Stories Sports
semi1 #ICC World Cup : સેમી ફાઇનલની 4 ટીમ નક્કી, પણ કોણ કોની સામે તે આજની ગૃપ મેચો નક્કી કરશે

વર્લ્ડ કપ 2019માં બે સેમી ફાઇનલ માટેની તમામ ચાર ટીમો નક્કી થઇ ગઇ છે. ભારત, ઓસ્ટ્રેલીયા, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ આ ચાર ટીમ વચ્ચે બે સેમી ફાઇનલ રમાશે. પંરતુ સેમી ફાઇનલમાં કઇ ટીમ કોની સામે ટક્કરાશે તે આજે રમાનારી ગૃુપ મેચ નક્કી કરશે.  ભારત જો શ્રીલંકા સામે જીતે અને ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે હારે તો, ભારત ટેબલ ટોપર્સ બનશે. જો ભારત ગ્રુપ સ્ટેજમાં પ્રથમ સ્થાને આવે તો, સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો કરવાનો આવશે. અને જો ભારત બીજા સ્થાને આવે તો ઇંગ્લેન્ડ સામે મુકાબલો થશે.

semi2 #ICC World Cup : સેમી ફાઇનલની 4 ટીમ નક્કી, પણ કોણ કોની સામે તે આજની ગૃપ મેચો નક્કી કરશે

વર્લ્ડ કપની 44મી મેચમાં લીડ્સ ખાતે ભારત અને શ્રીલંકા ટકરાશે, જયારે 45મી મેચમાં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ટકરાશે. સેમિફાઇનલની ચારેય ટીમ: ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ નક્કી થઇ ગઈ છે. પરંતુ કોણ કોની સામે રમશે તેનો નિર્ણય આજે ગ્રુપ સ્ટેજના છેલ્લા દિવસે નક્કી થશે. ફોર્મ જોતાં એવું માનીએ કે ભારત શ્રીલંકા સામે જીતશે. બીજી તરફ જો ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે જીતે તો સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. જો ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા સામે હારે તો ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે.

બાકી રહેલી તમામ મેચો જ્યારે ખુબ મહત્વની છે ત્યારે ભારત માટે મિડલ ઓર્ડરનું ફોર્મ ચિંતાનો વિષય છે. ટીમ ઇન્ડિયા માટે આ સેમિફાઇનલ પહેલાં પોતાની ખામીઓને દૂર કરવાની છેલ્લી તક છે. મિડલ ઓર્ડરનું પ્રદર્શન ટીમ માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે. ટૂર્નામેન્ટમાં 40+ની એવરેજથી બેટિંગ કરવા છતાં મહેન્દ્રસિંહ ધોની ધીમી બેટિંગના લીધે સતત ટીકાનો સામનો કરી રહ્યો છે.

semi #ICC World Cup : સેમી ફાઇનલની 4 ટીમ નક્કી, પણ કોણ કોની સામે તે આજની ગૃપ મેચો નક્કી કરશે
.
આપને જણાવી દઇએ કે રોહિત શર્માએ ગઈ મેચમાં ચોથી સદી ફટકારી કુમાર સંગાકારાની એક વર્લ્ડ કપમાં સૌથી વધારે ચાર સદી ફટકારવાના રેકોર્ડની બરોબરી કરી હતી. રાહિત ફોર્મમાં છે અને તેની પાસે ટૂર્નામેન્ટમાં પાંચ સદી ફ્ટકારી નવો કિર્તીમાન સ્થાપવાની તક છે. રોહિત પાસે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બનવાની તક છે. જયારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 100 વિકેટથી માત્ર એક વિકેટ દૂર છે. તે આજે 1 વિકેટ ઝડપે તો 100 વિકેટ લેનાર બીજો સૌથી ઝડપી ભારતીય બોલર બનશે.

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.