ICSE 10th Result 2022/ આવતીકાલે ધોરણ 10નું ICSE બોર્ડનું પરિણામ થશે જાહેર, વિદ્યાર્થિઓ વેબસાઇટ પર જોઇ શકશે રિઝલ્ટ

જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ICSE 10મા ધોરણની પરીક્ષામાં ભાગ લીધો હતો, તેમની રાહ હવે પૂરી થઈ ગઈ છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) ICSE  ધોરણ 10નું પરિણામ 17 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે જાહેર કરશે

Top Stories India
icsc આવતીકાલે ધોરણ 10નું ICSE બોર્ડનું પરિણામ થશે જાહેર, વિદ્યાર્થિઓ વેબસાઇટ પર જોઇ શકશે રિઝલ્ટ

જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ICSE 10મા ધોરણની પરીક્ષામાં ભાગ લીધો હતો, તેમની રાહ હવે પૂરી થઈ ગઈ છે. કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) ICSE  ધોરણ 10નું પરિણામ 17 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યે જાહેર કરશે. 10મા ધોરણની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અધિકૃત વેબસાઈટ cisce.org અને results.cisce.org પર પરીક્ષાના પરિણામો જોઈ શકશે. વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા પણ પરિણામ જોઈ શકશે.

ICSE બોર્ડ દ્વારા મે મહિનામાં 10મા ધોરણની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બાદ વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના હોય છે. આનાથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવશે. જો કે, પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કમ્પાર્ટમેન્ટ પરીક્ષામાં બેસીને તેમનું વર્ષ બચાવી શકશે. CISCE બોર્ડે પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા બે ટર્મમાં યોજી હતી.

ICSE 10મું પરિણામ આ રીતે જોઇ શકો છો

પરિણામ ચકાસવા માટે, ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટ results.cisce.org અને cisce.org પર જવાનું હોય છે

આ પછી વિદ્યાર્થીઓ 10મા ધોરણના પરિણામની લિંક પર ક્લિક કરવાની હોય છે

 ત્યાર પછી વિદ્યાર્થિએ લોગિન વિન્ડો પર પોતાનું ID, ઈન્ડેક્સ નંબર અને અન્ય જરૂરી માહિતી દાખલ કરવાની રહે છે

સંર્પુણ માહિતી દાખલ કર્યા પછી વિદ્યાર્થિઓ પોતાનું રિઝલ્ટ સ્ક્રીન પર દેખી શકશે.

સ્ક્રિન પર રિઝલ્ટ જોયા પછી તેને વિદ્યાર્થિ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.