સાબરકાંઠા/ ઇડરની લાઈફલાઈન હોસ્પિટલના તબીબો સામે ઇડર નગરપાલિકા ઘૂંટણિયે

ઇડર શહેરની સુપ્રસિદ્ધ લાઈફલાઈન હોસ્પિટલ છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર બાંધકામ અને અન્ય કારણોથી સતત ચર્ચામાં રહી છે. પરંતુ તંત્ર લાચાર હોય તેમ હોસ્પિટલની એક ઈંટ પણ હલાવી શક્યું નથી.

Gujarat Others
ઇડર નગરપાલિકા

પાંચેક વર્ષથી ચાલતી આ હોસ્પિટલના તબીબોએ ઇડર નગરપાલિકા પાસે કોઈપણ પ્રકારની મંજૂરી મગીજ નથી પરંતુ સીટી સર્વે નંબર-5289 વાળી આ જગ્યાનો જગ્યાના મુળમાલિક અને તબીબો વચ્ચે બાનાખત થાય બાદ મૂળ માલિકે જ ઇડર નગરપાલિકા પાસે સીટી સર્વે નંબર-5289 વાળા ખુલ્લા પ્લોટ પર રહેણાંક ના હેતુ માટે બાંધકામની મંજૂરી માંગી હતી પરંતુ પાલિકાના બાંધકામ અને અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા તત્કાલીન ચીફઓફિસરે સીટીસર્વે નંબર-5289 વાળી જગ્યા પર વાણિજ્યનાં બાંધકામ માટેની મંજૂરી આપીને સોદો કારીલીધો હોય તેમ આર. ટી.આઇ એકટ મુજબ માંગેલ માહિતીમાં અછળ તો ઉલ્લેખ કરાયો છે.

લાઈફલાઈન હોસ્પિટલ અને ઈડર નગરપાલિકાના સત્તાવાળાઓ એ તત્કાલીન સમયે રાજકીય અથવાતો અન્ય કોઈ દબાણને હાથો બનાવીને પોતાના મનનું ધાર્યું કર્યું છે. જેથી આગામી સમયમાં આ લાઈફલાઈન હોસ્પિટલની માન્યતા અંગેની વિગતો જાહેર થવી જોઈએ.

wtsapp 5 ઇડરની લાઈફલાઈન હોસ્પિટલના તબીબો સામે ઇડર નગરપાલિકા ઘૂંટણિયે

છેલ્લા બે વર્ષ થી ચાલતા લાઈફલાઈન હોસ્પિટલના ગેરકાયદેસર બાંધકામના પ્રકરણની સાબરકાંઠા કલેકટર દ્વારા અલગઅલગ અહેવાલ મંગાવી સમગ્ર પ્રકરણની તાપસ કર્યાબદ નિયમોનુસારની કાર્યવાહી કરવા બે માસ અગાઉ ઇડર નગરપાલિકાને લેખિતમાં સૂચન કર્યું હતું. પરંતુ ઇડર નગરપાલિકા ચીફઓફિસરે પોતાના એ.સી કેબિનમાં બેસી માત્ર નોટિસ આપીને સાબરકાંઠા કલેકટરને સંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ ચીફઓફિસર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જ્યારે આ બાબતે ચીફઓફિસર અને નગરપાલિકા પ્રમુખ ને પૂછવામાં આવે છે ત્યારે તેઓ ગોળગોળ જવાબ આપીને લાઈફલાઈન હોસ્પિટલના સત્તાવાળાઓને આડકતરી રીતે મદદ કરી રહ્યા હોય તેવી છાપ ઉપસી રહી છે.

રાજકીય / રાજ્યની નવી સરકારમાં પાટીદારનો દબદબો

ગુજરાત વિધાનસભા / આવો જાણીએ મંત્રીઓનો પરિચય તથા કયા મંત્રીને ફાળે કયું ખાતું આવ્યું….