Not Set/ પીએમ મોદીએ જો બિડેન અને બોરિસ જોનસનને છોડ્યા પાછળ, એપ્રૂવલ રેટિંગમાં ટોચ

પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. વિશ્વમાં પીએમ મોદીનું મીટર સૌથી ઉપર જી ચુક્યું છે. પીએમ મોદીએ એપ્રૂવલ રેટિંગમાં…

Top Stories India
પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. વિશ્વમાં પીએમ મોદીનું મીટર સૌથી ઉપર જી ચુક્યું છે. પીએમ મોદીએ એપ્રૂવલ રેટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસનને પણ પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો :જાવેદ અખ્તરના વિવાદાસ્પદ નિવેદન બાદ તેમની સામે ફરીયાદ

વૈશ્વિક એજન્સી ધ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં પીએ મોદીને 70 ટકાનું રેટિંગ આપવામાં આવ્યું છે, જે 13 વૈશ્વિક નેતાઓ વચ્ચે સૌથી વધુ છે. 2 સપ્ટેમ્બરના રોજ અપડેટ થયેલા સર્વેમાં પીએમ મોદી મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર, ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનથી આગળ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, કેનેડાના પીએમ ટ્રુડો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો પણ સામેલ છે.

પીએમ મોદીની એપ્રૂવલ રેટિંગ 70 ટકા છે. ટોચના 13 વૈશ્વિક નેતાઓમાં આ સૌથી વધુ છે. ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં આ વાત સામે આવી છે. 2જી સપ્ટેમ્બરના અપડેટ કરવામાં આવેલા આ સર્વેમાં ભારતના વડાપ્રધાન વિશ્વના કેટલાક રાષ્ટ્રપ્રમુખો કરતા ઘણા આગળ છે. આ સર્વેમાં પીએમ મોદી, મેક્સિકાના રાષ્ટ્રપતિ આંદ્રે મેનુએલ, ઈટલીના પીએમ મારિયો ડ્રાઘી, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનેરો પણ સામેલ છે.

આ પણ વાંચો : જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્રોંગ્રેસનો ભવ્ય વિજય

આ વખતે જૂન મહિનામાં જાહેર થયેલા એપ્રૂવલ રેટિંગ કરતાં વડાપ્રધાન મોદીની અપ્રુવલ રેટિંગ ઘણું સારું રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, જૂનમાં પીએમ મોદીનું અપ્રુઅલ રેટિંગ 66% હતી. એવું નથી કે માત્ર મોદીનું જ અપ્રુવલ રેટિંગ વધ્યું છે, પરંતુ તેમનું ડિસએપ્રૂવલ રેટિંગ પણ ઘટ્યું છે. લગભગ 25 ટકાના ઘટાડા સાથે, તે હવે યાદીમાં નીચે તળિયે છે.

મોર્નિંગ કન્સલ્ટના ગ્રાફ મુજબ કોરોનાની બીજી લહેર વખતે પીએ મોદીની ડિસએપ્રૂવલ રેટિંગ સૌથી ઊંચા ક્રમે હતી. 2020માં પીએમ મોદીની ડિસએપ્રૂવલ રેટિંગ 84 ટકા હતી. આ સમયે ભારત કોરોના મહામારીમાંથી ઉગરવા પ્રયાસ કરી રહ્યું હતું. આ રેટિંગ માટે મોર્નિંગ કન્સલ્ટે ભારતમાં આશરે 2,126 લોકોનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. દુનિયાના તમામ દેશોમાં પુખ્તવયના લોકોના ઈન્ટરવ્યૂના આધારે આ રેટિંગ આપવામાં આવે છે.

આ પણ વાંચો :અલગતાવાદી નેતા ગિલાનીના મૃતદેહને પાકિસ્તાનના ધ્વજમાં લપેટવા બદલ કેસ નોધાયો..જાણો કેમ..

આ પણ વાંચો :વિશ્વાસઘાત કરનાર પાર્ટી સાથે ગઠબંધન નહીઃચંદ્રકાંત પાટીલ