Not Set/ જો ધ કપિલ શર્મા શો માં કમબેક કરશે સિદ્ધુ, તો આ કામ કરશે અર્ચના પૂરણ સિંહ

અર્ચના પૂરણ સિંહે આ સમગ્ર મામલે કહ્યું છે કે જો નવજોત સિંહ સિદ્ધુ ફરીથી શોમાં પરત ફરવા માંગે છે, તો તેઓ ધ કપિલ શર્મા શોમાં પોતાની સીટ..

Entertainment
અર્ચના પૂરણ સિંહ

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ત્યારથી અર્ચના પૂરણ સિંહ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, ધ કપિલ શર્મા શોના ચાહકો જાણવા માટે આતુર છે કે સિદ્ધુ હવે કપિલના શોમાં પરત ફરશે કે નહીં. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી રમુજી મીમ્સ પણ શેર કરવામાં આવી રહી છે, જેમાંથી કેટલીક અર્ચના પુરણ સિંહે પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. હવે નવા રિપોર્ટમાં એવી બાબત બહાર આવી રહી છે, જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

આ પણ વાંચો : રણબીરે આલિયા સાથે આ રીતે કરી પોતાના જન્મદિવસની ઉજવણી…..

અર્ચનાએ શોમાં સિદ્ધુની વાપસી પર કહ્યું આવું…

રિપોર્ટ અનુસાર, અર્ચના પૂરણ સિંહે આ સમગ્ર મામલે કહ્યું છે કે જો નવજોત સિંહ સિદ્ધુ ફરીથી શોમાં પરત ફરવા માંગે છે, તો તેઓ ધ કપિલ શર્મા શોમાં પોતાની સીટ ખાલી કરવા માટે તૈયાર છે.

Instagram will load in the frontend.

એક અહેવાલ અનુસાર, અર્ચનાએ કહ્યું કે જો સિદ્ધુ પાછા આવશે તો તેમનો શું પ્લાન હશે. અર્ચનાએ કહ્યું કે ધ કપિલ શર્મા શોના શૂટિંગને કારણે તેણે ઘણા પ્રોજેક્ટ્સનો ઇનકાર કર્યો છે. તેથી જો કોઈ કારણોસર તે આ શોનો ભાગ નથી, તો તે તે પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું વિચારશે જેને તે અત્યાર સુધી નકારી રહી હતી.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :મલ્ટી સ્ટારર ફિલ્મ એક વિલન રિટર્ન્સની રિલીઝ ડેટ આવી સામે, જાણો ક્યારે થશે રિલીઝ

અર્ચનાએ આગળ કહ્યું, ‘જો સિદ્ધુ, કપિલ શર્મા શો પર પાછા આવે તો મારે ઘણું કરવાનું છે જે હું ઘણા મહિનાઓથી ના પાડી રહી હતી. હવે કારણ કે હું આ શોમાં આવતી હતી, હું મુંબઈની બહાર કે દેશની બહાર શૂટિંગ માટે જઈ શકતી ન હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં, મને ઘણા પ્રોજેક્ટ્સની ઓફર મળી જેનું શૂટિંગ લંડનમાં થવાનું હતું, પરંતુ મારે આ શોને લગતી પ્રતિબદ્ધતાઓ હોવાને કારણે તેમને ના પાડવી પડી.

https://www.instagram.com/reel/CUEs1hLINW0/?utm_source=ig_web_copy_link

અર્ચનાને ફરી પૂછવામાં આવ્યું કે સિદ્ધુએ સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યા બાદ તમારા વિશે જે મિમ્સ બની રહ્યા છે તે વાંચીને તમને ખરાબ લાગ્યું ? આનો જવાબ અર્ચનાએ આપ્યો, લોકો વર્ષોથી મારા પર આ મજાક કરી રહ્યા છે. મને આ બધાથી વાંધો નથી અને ન તો હું તેને ગંભીરતાથી લઉં છું.

આ પણ વાંચો :મૌની રોયે 36મા બર્થ ડે પર યોજી પુલ પાર્ટી, બ્લેક ડ્રેસમાં આકર્ષક લાગતી હતી ‘બર્થ ડે ગર્લ’

‘ધ કપિલ શર્મા શો’ના ગત વીકએન્ડના એપિસોડમાં અર્ચના પૂરણ સિંહે સિદ્ધુના પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર પોતાના સાથે જોડાયેલો એક મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, જ્યારે સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી ત્યારે લોકોએ તેના ઘરે ફૂલ મોકલ્યા હતા અને શુભકામના પાઠવી હતી.

આ જ એપિસોડમાં તેણે સિદ્ધુ પર કટાક્ષ પર કર્યો હતો. કપિલ શર્માએ ‘ઈન્ડિયન આઈડલ 12’માં પોતાની જગ્યાએ સોનુ કક્કડને બેસાડવા પર સવાલ કર્યો ત્યારે નેહા કક્કડે કહ્યું હતું કે, જ્યારે ખુરશી છોડીએ ત્યારે પોતાની જ વ્યક્તિને છોડીને જવું જોઈએ. તો અર્ચનાએ સિદ્ધુ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે ‘અન્ય કોઈએ આ સલાહ પહેલા લીધી હોત તો, આ ખુરશી ખાલી ન છોડી હોત’.

આ પણ વાંચો :હોટસીટ પર બેસશે પંકજ ત્રિપાઠી-પ્રતિક ગાંધી, બીગ બી સાથે શેર કરશે દિલચસ્પ કિસ્સાઓ

ઉલ્લખેનીય છે કે, પુલવામા થયેલા આતંકી હુમલા પર વિવાદિત નિવેદન આપ્યા બાદ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો’માંથી હટાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :દિલ્હીની તીસ હજારી કોર્ટે હની સિંહની માંગ સ્વીકારી, હવે બંધ રૂમમાં થશે સુનાવણી