Suicide/ ઘરકંકાસથી પરિવાર થયો વેરવિખેર, દંપતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

આપઘાત ઘર કંકાસને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.પરિવારથી અલગ રહેવા માટે કંકાસ થયો હોવાનું જણાઈ રહ્યું છે. પત્નીએ આત્મહત્યા કર્યા બાદ પતિએ પણ ગળેફાંસો કરી આત્મહત્યા કરી છે.

Gujarat Others
A 99 ઘરકંકાસથી પરિવાર થયો વેરવિખેર, દંપતીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

રાજ્યમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન સામુહિક આત્મહત્યાના બે બનાવ નોંધાઈ ચૂક્યા છે.વડોદરામાં સોની પરિવારના 6 સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં  આજદિન સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આવામાં વધુ એક ઘટના વલસાડના માલવણ ગામથી સામે આવ્યો છે જ્યાં એક દંપતીનો આપઘાત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ આપઘાત ઘર કંકાસને કારણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.પરિવારથી અલગ રહેવા માટે કંકાસ થયો હોવાનું જણાઈ રહ્યું છે. પત્નીએ આત્મહત્યા કર્યા બાદ પતિએ પણ ગળેફાંસો કરી આત્મહત્યા કરી છે. આપને જણાવી દઈએ કે, શનિવારે રાત્રે પતિ પત્ની વચ્ચે  ઝગડો થયો હતો. રવિવારે પ્રફુલને રજા હોવાથી તે ઘરે હતો. પ્રફુલના માતા પિતા નજીકમાં સંબંધીની ખબર અંતર પૂછવા ગયા હતા. રવિવારે બપોરે ઘરના બેડરૂમમાં પ્રિયંકાને સાસુ સસરાથી અલગ ભાડાનું મકાનમાં રહેવાની ના પાડતા પ્રિયંકાને મનદુઃખ લાગી આવતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પ્રફુલે પ્રિયંકાને ફાસો ખાધેલી હાલતમાં જોઈને પ્રફુલે 3 વર્ષના બાળકને ઓટલા ઉપર રમવા જણાવી ઘરનો દરવાજો બંધ કરી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

આત્મહત્યા કરનાર દંપતીની ફાઈલ તસવીર - Divya Bhaskar

પ્રફુલનો મિત્ર ભાવેશને પ્રફુલનું કામ પડતા ભાવેશે પ્રફુલને ઘણા ફોન કર્યા હતા. પ્રફુલે ફોન ન ઉપાડતા ભાવેશ ઘરે આવી પહોંચ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવવા છત્તા દરવાનો ન ખોલતા ભાવેશે પ્રફુલના માતા પિતાને ફોન કરીને જાણ કરી હતી. તેના માતા પિતા ઘરે આવી પહોંચ્યા બાદ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશતા ભાવેશ અને પ્રિયંકાએ ફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ડુંગરી પોલીસ પોહચી હતી. ડુંગરી પોલીસએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.