Not Set/ ભેગા થઇ જાય 30 ટકા મુસલમાન તો ભારતમાં બની જાય 4 પાકિસ્તાન, TMC નેતાના વિવાદિત બોલ

બીરભૂમ જિલ્લાના નાનૂર વિધાનસભા સીટથી ટીએમસી ઉમેદવાર વિધાનચંદ્ર માઝી માટે શેખ આલમ પ્રચાર કરી રહ્યા હતા.

Top Stories India
205151 sheikh alam ભેગા થઇ જાય 30 ટકા મુસલમાન તો ભારતમાં બની જાય 4 પાકિસ્તાન, TMC નેતાના વિવાદિત બોલ

બંગાળમાં મતદાન જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ નેતાઓના વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે. ટીએમસી અને ભાજપના નેતાઓએ ભાષાની મર્યાદા તોડી નાંખી છે. હજુ ગઇકાલે જ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા બેનરજીની ઇજાને લઇને તેમણે બરમૂડા પહેરવા જોઇએ તેવુ નિવેદન કર્યું હતું.  બંગાળમાં હિન્દુ-મુસ્લિમ તુષ્ટિકરણ પણ મોટાપાયે થઇ રહ્યું છે. ત્યારે આ ધ્રુવીકરણ વધે તેવું એક નિવેદન સત્તાધારી તૃણમુલ કોંગ્રેસના નેતાએ કર્યું છે. તાજુ નિવેદન ટીએમસી નેતા શેખ આલમ તરફથી આવ્યું છે. જેમાં તેમણે દેશ તોડવાની વાત કરી છે. આલમના આ નિવેદનને લઇને ટીએમસી ચીફ મમતા બેનરજી પર સવાલો ઉભા થયા છે.

જાણકારી અનુસાર બીરભૂમ જિલ્લાના નાનૂર વિધાનસભા સીટથી ટીએમસી ઉમેદવાર વિધાનચંદ્ર માઝી માટે શેખ આલમ પ્રચાર કરી રહ્યા હતા. પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે જો ભારતના 30 ટકા મુસલમાન ભેગા થઇ જાય તો 4 નવા પાકિસ્તાન બની શકે છે. ‘

શું આવુ બંગાળ જોઇએ…

આલમના નિવેદન પર પલટવાર કરતા પશ્ચિમ બંગાળના ભાજપના સહપ્રભારી અમિત માલવીયે કહ્યું કે શું મમતા બેનર્જી આલમના નિવેદનનું સમર્થન કરે છે. તેમણે ટ્વીટ કરીને લોકોને પૂછ્યું કે શું આવુ બંગાળ જોઇએ છે?

2016માં પણ કંઇક આવુ જ નિવેદન આવ્યું હતું. તે પણ ટીએમસીના એક મંત્રી તરફથી. તે સમયે પાંચમા તબક્કાના મતદાન પહેલા ટીએમસીના મંત્રી ફરહાદ હકીમે પાકિસ્તાનના એક પત્રકારને કહ્યું હતું કે હું તમને કોલકાતાના મિની પાકિસ્તાનમાં લઇ જઉં છું. હકીમના તે સમયે કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારની વાત કરી રહ્યા હતા. તેમના આ નિવેદનનો ખુબ વિરોધ થયો હતો.