Not Set/ ખાવડામાંથી ઝડપાયેલા બે ISIના શંકાસ્પદ એજન્ટ પાસેથી સ્ફોટક વિગતો સાંપડી

કચ્છના ખાવડામાંથી ઝડપાયેલા બે ISIના શંકાસ્પદ એજન્ટ પાસેથી સ્ફોટક વિગતો સાંપડી રહી છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન માટે જાસૂસી કરતાં આ બે એજન્ટોની ધરપકડ બાદ એટીએસને કડક પૂછપરછમાં અનેક જાણકારીઓ મળી રહી છે. રિમાન્ડ દરમિયાન બંને એજન્ટો પાસેથી કચ્છ સરહદ ઉપર આર્મીના કેમ્પના ફોટો પણ મળી આવ્યાં છે. આર્મીના ફોટા એજન્ટોએ ક્યારે લીધી અને કોને […]

India

કચ્છના ખાવડામાંથી ઝડપાયેલા બે ISIના શંકાસ્પદ એજન્ટ પાસેથી સ્ફોટક વિગતો સાંપડી રહી છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન માટે જાસૂસી કરતાં આ બે એજન્ટોની ધરપકડ બાદ એટીએસને કડક પૂછપરછમાં અનેક જાણકારીઓ મળી રહી છે. રિમાન્ડ દરમિયાન બંને એજન્ટો પાસેથી કચ્છ સરહદ ઉપર આર્મીના કેમ્પના ફોટો પણ મળી આવ્યાં છે. આર્મીના ફોટા એજન્ટોએ ક્યારે લીધી અને કોને મોકલ્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ તેમની પાસેથી પાકિસ્તાની યુવતીના ફોટા પણ મળ્યાં છે. યુવતીઓની મોહજાળમાં ફસાઇને બંને એજન્ટોએ કંઇકઇ માહિતી પાકિસ્તાન પહોંચાડી છે તેની પણ એટીએસ વિગતો મેળવી રહ્યું છે.