શું તમે જાણો છો તમારા પગમાં રોજ પહેરવામાં આવતી ચપ્પલ પણ તમારા માટે શુભ કે અશુભ હોઈ શકે છે. જ્યોતિષના કહેવા પ્રમાણે ચપ્પલ સાથે જોડેલી કોઈ એવી વાતો કે જે આપણા જીવન પ્રભાવ પડી શકે છે. આપને જણાવીએ એવી જ કોઈ વાતો કે જે તમારા ચપ્પલ સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો :09 ઓક્ટોબર 2021, ગુરુવારના દિવસે તમને કયા ફળની પ્રાપ્તિ થઈ શકે છે?
ક્યારેય પણ આપણે તૂટેલા ફાટેલા જૂતા ન પહેરવા જોઈએ તેનાથી દુર્ભાગ્ય વધે છે. ઘણીવાર પાસે પૈસા ન હોવાથી લોકો ફાટેલા જૂતા ચપ્પલ પહેરીને જ બહાર નીકળી જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ફાટેલા જૂતા ચપ્પલ પહેરીને બહાર જવાથી કેરિયરમાં મળી રહેલ સફળતા નિષ્ફ્ળતામાં ફેરવાય જાય છે.
તમે અવારનવાર સાભળ્યું હશે કે ચપ્પલની ઉપર ચપ્પલ મુકેલી છે તે હટાવી દો. શું તમે જાણો છો કે આવું કેમ કહેવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ચંપ્પલ ઉપર ચંપ્પલ હોય તે વ્યક્તિને માર પડે છે તેવું માનવામાં આવે છે.
આ પણ વાંચો :આજે ત્રીજી-ચોથી નવરાત્રી સાથે, દેવી ચંદ્રઘંટા અને કુષ્માંડા દેવીની કરો આરાધના
ઘરની બહાર મુકેલા ચપ્પલ કે શુઝ ઉંઘા થઈ જાય તો તેને તરત જ સીધા કરી દેવા જોઈએ એવુ કહેવાય છે કે જો આવુ ન કરવામાં આવે તો તમારો કોઈની સાથે ઝગડો થઈ શકે છે ઝગડાથી બચવા માટે ચંપલ ઉંઘી થઈ છે તો એક ચંપલથી બીજી ચંપલને મારવાનો અંધ વિશ્વાસ છે. એવુ પણ કહેવાય છે કે જે વ્યક્તિની ચપ્પલ ઉંઘી થઈ ગઈ છે અને તે સીધી ન કરે તો તે વ્યક્તિ બીમાર થઈ શકે છે.
ચપ્પલ અને જૂતાને ક્યારેય પણ ઘરના ઉંબરા પર કે ઘરના દરવાજા પાસે ઉભા કરીને ન મુકવા જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે.એવુ પણ કહેવાય છે કે ક્યારેય પણ ઘરના દરવાજા પર ચપ્પલ ન ઉતારવી જોઈએ દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં બરકત નથી રહેતી.
આ પણ વાંચો : માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી મનોવાંછીત ફળપ્રાપ્તિ થાય છે
જૂતા ચપ્પલ ખોવાય જવા પણ શુભ શગુન માનવામાં આવે છે વડીલો કહે છે કે આવુ થવાથી અશુભ ગ્રહ શુભ થઈ જાય છે પણ વ્યક્તિ જ્યારે શનિની નજરમાં આવે છે તો તેના જૂતા ચપ્પલ ગુમ થવા માંડે છે કે પછી તૂટી જાય છે.ઘણીવાર તો લાંબી યાત્રા પણ કરવી પડે છે.શનિવારે જૂતા ચપ્પલનુ દાન કરવુ ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને ચામડાના જૂતા ચપ્પલ દાન કરવા શુભ માનવામાં આવે છે. મિત્રો તિજોરી કે તમારા ગલ્લા પાસે કે રસોડામાં જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ જમતી વખતે પણ જૂતા ચપ્પલ પહેરીને ન બેસવુ જોઈએ કારણ કે આવુ કરવાથી દુર્ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
તિજોરી કે તમારા ગલ્લા પાસે કે રસોડામાં જૂતા ચપ્પલ પહેરીને ન જવુ જોઈએ. જમતી વખતે પણ જૂતા ચપ્પલ પહેરીને ન બેસવુ જોઈએ. કારણ કે આવુ કરવાથી દુર્ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
આ પણ વાંચો :આજથી નવરાત્રી શરુ, માં દુર્ગાના આશીર્વાદ મેળવવા કરો આ કામ ….
