Not Set/ જો તમારે પણ બાળક દત્તક લેવું હોય તો પહેલા આ કાયદો જાણો…

જો તમે ઓનલાઇન આવેદન ન કરી શકતા હોવ તો તમારા જિલ્લાના ડિસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને મળી શકો છો

Uncategorized
cccccccc જો તમારે પણ બાળક દત્તક લેવું હોય તો પહેલા આ કાયદો જાણો...

આપણા દેશમાં ઘણાબધા બાળકો અનાથ છે,આવા બાળકને દત્તક લઇને તેમને પોતાના સંતાન તરીકે ઉછેર તમે કરી શકો છો. દત્તક બાળકને માતા પિતાની હુંફ અને પ્રેમ મળી રહેશે,ભારતભરમાં અનેક દંપતીઓ નિ:સંતાન છે જો બાળક થતો ના હોય તો  બાળકને એડોપ્ટ કરીને બાળકની કમી પુરી કરી શકે છે. જે લોકો બાળકને દત્તક લેવાની ઇચ્છા રાખે છે તેમના માટે આ માહિતી ઉપયોગી સાબિત થઇ શકે છે , તો આજે આપણે વાત કરવાની છે બાળક દત્તક લેવાના કાયદાની.

હિન્દૂ એડોપ્શન એન્ડ મેઈન્ટેનેન્સ એક્ટ 1956 કે પછી સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ અથોરિટી, જે સ્ત્રીઓ તેમજ બાલ કલ્યાણ મંત્રાલય હેઠળ કામ કરે છે જેના દ્વારા બાળકને દત્તક લઈ શકાય છે. દરેક રાજ્યમાં સ્ટેટ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી અને જિલ્લા સ્તર પર ડિસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન યુનિટ, ચાઈલ્ડ વેલફેર કમિટી અને સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સીસ છે.

બાળકને દત્તક કોણ લઈ શકે છે?

1     જે પણ વ્યક્તિ બાળક દત્તક લેવા માંગતા હોય એ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ તેમજ આર્થિક રીતે સ્થિર હોવો જોઈએ.                     સાથે   જ એ કોઈ ગંભીર કે જીવલેણ બીમારીથી પીડિત ન હોવો જોઈએ.

2     અવિવાહિત કે પરણિત વ્યક્તિ, જેમના પોતાના બાળકો હોય એ પણ બાળક દત્તક લઈ શકે છે, અમુક શરતો સાથે.

3   જો તમે પરણિત છો તો પતિ પત્ની બંનેની મંજૂરી જરૂરી છે.

4    અવિવાહિત સ્ત્રી છોકરો કે છોકરી દત્તક લઈ શકે છે પણ અવિવાહિત પુરુષ છોકરીને દત્તક નથી લઈ શકતા.

5    જો કોઈ કપલ બાળકને દત્તક લેવા માંગે છે તો એમના લગ્નને ઓછામાં ઓછા 2 વર્ષ પુરા થયા હોય એ જરૂરી છે.

6    સામાન્ય રીતે દત્તક લેનાર અને બાળકોની ઉંમરમાં ઓછામાં ઓછું 25 વર્ષનું અંતર હોવું જરૂરી છે. જ્યારે વાત કપલની હોય તો દત્તક           લેનાર પેરેન્ટ્સમાં કોઈ એકની ઉંમર અને બાળકોમાં આ અંતર જરુરી છે.

7    જો તમે તમારા કોઈ સગાના બાળક કે સાવકા બાળકને દત્તક લેવા માંગતા હોય તો ઉંમરનું અંતર મહત્વનું નથી.

8    જે કપલને ત્રણ કે વધુ બાળકો હોય એ અમુક સ્પેશિયલ કેસમાં જ દત્તક લેવા પાત્ર બને છે નહીં તો એ બાળકને એડોપ્ટ નથી કરી                  શકતા.

દત્તક લેવાની પ્રક્રિયા શું છે

1   એડોપ્શનની પ્રક્રિયામાં લગભગ બે વર્ષનો સમય લાગે છે એટલે જરૂરી છે કે એ માટે માનસિક રીતે તૈયાર રહો.

2     રજિસ્ટ્રેશન- જે પેરેન્ટ્સ બાળકને દત્તક લેવા માંગતા હોય એમને સૌથી પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એ માટે                     વેબસાઈટ http://cara.nic.in/ પર જાઓ.

3  જો તમે ઓનલાઇન આવેદન ન કરી શકતા હોવ તો તમારા જિલ્લાના ડિસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફિસરને મળી શકો છો.

4   હોમ સ્ટડી અને કાઉન્સિલિંગ: સામાન્ય રીતે રજીસ્ટ્રેશનના બે મહિના પછી હોમ વિઝીટ થાય છે . એક સોશિયલ વર્કર તમારા ઘરે                 આવીને બંને પતિ પત્નીને અમુક ફોર્મ ભરવા માટે આઓશે અને અમુક જનરલ સવાલ પૂછશે.

5  તમને એક જ બાળક બતાવવામાં આવશે. પહેલા પેરેન્ટ્સને ત્રણ બાળકો એકસાથે બતાવવામાં આવતા હતા જેમાંથી એમને એક પસંદ       કરવાનું હતું પણ 2017માં આ નિયમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

6     તમને છોકરો જોઈએ કે છોકરી એની ઉંમર કેટલી હશે, બાળકનો ધર્મ, રંગત કેવી હશે અને એની સ્વાસ્થ્ય કેવું હશે એટલે કે તમે                     મેન્ટલી   કે ફિઝિકલી ચેલેન્જડ બાળકોને એડોપ્ટ કરવામાં રસ ધરાવો છો વગેરે જાણકારી આપવી પડશે.

7   બાળકને મળવું- તમને બાળકની મેડિકલ અને ફિઝિકલ એકસમીનેશન રિપોર્ટ આપવામાં આવશે અને જ્યારે તમને સગવડ હોય તમને        બાળકને મળવા દેવામાં આવશે.

8  જો તમને બાળક ગમે તો કાયદાકીય પ્રક્રિયા શરૂ થાય છે નહીં તો લગભગ ત્રણ મહિના પછી તમને બીજું બાળક બતાવવામાં આવશે.

9  યાચીકા- એક વકીલની મદદથી તમારે એક યાચીકા બનાવડાવવી પડશે અને બધા જ ડોક્યુમેન્ટ્સ સાથે કોર્ટમાં યાચીકા દાખલ કરવી          પડશે.

10  પ્રી એડોપ્શન ફોસ્ટર કેર- યાચીકા દાખલ કર્યા પછી ફોસ્ટર કેરમાં નર્સિંગ સ્ટાફને મળીને તમે બાળકની આદતો અને પસંદ નાપસંદ             વિશે જાણી શકો છો.

કોર્ટમાં સુનવણી- નિર્ણય- જજની સામે પેરેન્ટ્સ અને બાળકને હાજર થવું પડશે જે પછી જજ એડોપ્શનની મંજુરી આપે છે. કેમ ઓછા છે એડોપ્શન રેટ્સ એડોપ્શનની કાયદાકીય પ્રક્રિયાના કારણે પણ ઘણા લોકો બાળકોને દત્તક લેવામાં રસહીન બને છે. જો આ પ્રક્રિયાને થોડી સરળ બનાવી દેવામાં આવે અને એનો પ્રચાર પ્રસાર કરવામાં આવે તો આંકડામાં વધારો થઈ શકે છે. સરકારી એડોપ્શન એજન્સીમાં દત્તક લેવા માટે બહુ ઓછા બાળકો છે. ડિસ્ટ્રીકટ ઑફિસર જો પોતાનું કામ સારી રીતે કરે તો સડકો પર દેખાતા બાળકો ચાઈલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટસ દ્વારા એડોપ્શન માટે આપી શકાય છે,હાલ સરકાર તેમાં કામ કરી રહી છે. અને પ્રકીયા પણ સરળ બનાવી રહી છે,વધુ માહિતી માટે આપેલ વેબસાઇટ પર મુલાકાત લઇ શકો છો.