Not Set/ ગાંધીનગર/  કેબીનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો, ડાંગર-બાજરી-મકાઈ સહીત અનેક પાકમાં ટેકાના ભાવ જાહેર

  ગાંધીનગર ખાતે આજ રોજ કેબીનેટની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોના હિતમાં કેટલાક કૃષિ વિષયક નિર્ણયો  લેવામાં આવ્યા છે. અંગે મજીત આપતા કૃષિ મંત્રી આર સી ફળદુ એ જણાવ્યું હતું કે, બાજરી, મકાઈ, ડાંગર સહીત અનેક પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, બાજરી 2,150 રૂ.પ્રતિ કવિન્ટલ ભાવથી ખરીદાશે. બાજરી, ડાંગર, […]

Uncategorized
0bfebc9d7c84dc32e1519a941363c1d8 ગાંધીનગર/  કેબીનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં અનેક નિર્ણયો, ડાંગર-બાજરી-મકાઈ સહીત અનેક પાકમાં ટેકાના ભાવ જાહેર
 

ગાંધીનગર ખાતે આજ રોજ કેબીનેટની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોના હિતમાં કેટલાક કૃષિ વિષયક નિર્ણયો  લેવામાં આવ્યા છે. અંગે મજીત આપતા કૃષિ મંત્રી આર સી ફળદુ એ જણાવ્યું હતું કે, બાજરી, મકાઈ, ડાંગર સહીત અનેક પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

વધુમાં તેમને જણાવ્યું હતું કે, બાજરી 2,150 રૂ.પ્રતિ કવિન્ટલ ભાવથી ખરીદાશે. બાજરી, ડાંગર, મકાઇ માટે ઓનલાઇન નોંધણી કરાવી પડશે.  60 સેન્ટર પર સોયાબિનની ખરીદી કરવામાં આવશે. 80 સેન્ટર પર અડદની ટેકાનાં ભાવે ખરીદી થશે. મગફળી ખરીદી માટે મહેસુલ વિભાગનાં વધારાનાં કર્મી મુકાયા છે.

આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમકે ડાંગરમાં ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ડાંગર 1068 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે. મકાઈ 1850 ના પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ તો બાજરીમાં 2150 પ્રતિ ક્વિન્ટલના ભાવ અને સોયાબિનમાં 3880 રૂ.   પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ અને અડદ 6 હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે

જયારે જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, ડાંગર માટે 92 સેન્ટરો નક્કી કરાયા છે. તો બાજરી માટે 57 સેન્ટરો નક્કી કરાયા છે. અને અડદ માટે 80 સેન્ટર નક્કી કરાશે. ડાંગર,મકાઈ, બાજરી માટે ઓનલાઈન નોંધણી કરાશે. 16 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી ખરીદી કરાશે. માર્કેટીગ યાર્ડના સેન્ટર ખાતેથી ખરીદી કરાશે. 2.80 લાખ ખેડૂતોએ મગફળીની ઓનલાઈન  નોંધણી કરાવી છે. કોઈ ખેડૂત બાકાત ના રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેશે.

સોયાબિન બિન માટે 60 સેન્ટરો નક્કી કર્યા છે.  સોયાબિન માટે 12/10 થી 31 /10 સુધી નોંધણી થશે. નવા પાકો ની ખરીદી માટે પણ સરકારે પ્રતિ ક્વિન્ટલ ના ભાવ નક્કી કર્યા છે.  21 મી તારીખ થી મગફળી ની ખરીદી શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.