Not Set/ સેક્સ દરમિયાન જો આ ધ્યાન ન રાખ્યુ તો કોન્ડોમ પણ આપી શકે છે દગો

સેક્સ દરમ્યાન કોન્ડોમનો ઉપયોગ સામાન્ય છે આમ છતાં ઘણીવાર તકેદારી ના રાખવામાં આવે કે સામાન્ય બેદરકારીથી રંગમાં ભંગ પડી શકે છે. જો  તમને સેક્સ કે પછી કોન્ડોમ યુઝ કરવાનો કોઈ અનુભવ ન હોય, તો આવું તમારી સાથે પણ થઈ શકે છે. સેક્સ કરતી વખતે જો વચ્ચે જ કોન્ડોમ ફાટી જાય, તો તેનાથી બંને પાર્ટનર ઘણા […]

Relationships
dfsfj સેક્સ દરમિયાન જો આ ધ્યાન ન રાખ્યુ તો કોન્ડોમ પણ આપી શકે છે દગો

સેક્સ દરમ્યાન કોન્ડોમનો ઉપયોગ સામાન્ય છે આમ છતાં ઘણીવાર તકેદારી ના રાખવામાં આવે કે સામાન્ય બેદરકારીથી રંગમાં ભંગ પડી શકે છે. જો  તમને સેક્સ કે પછી કોન્ડોમ યુઝ કરવાનો કોઈ અનુભવ ન હોય, તો આવું તમારી સાથે પણ થઈ શકે છે. સેક્સ કરતી વખતે જો વચ્ચે જ કોન્ડોમ ફાટી જાય, તો તેનાથી બંને પાર્ટનર ઘણા ટેન્શનમાં આવી જતા હોય છે.

વળી, આ સ્થિતિ પણ એવી છે કે જેમાં ઘણી વાર બધુ થઈ ગયા પછી ખબર પડે છે કે, કોન્ડોમ ફાટી ગયુ છે. તેવામાં પસ્તાવો કરવા સિવાય કંઈ રહેતું નથી. જોકે, આવું તમારી સાથે ના થાય તે માટે કેટલીક વાત ધ્યાનમાં રાખવી જરુરી છે.

કોન્ડોમ ફાટવાના ઘણા કારણ હોઈ શકે છે, તેમાં સૌથી મોટું કારણ ખોટી સાઈઝનો કોન્ડોમ છે. આ ઉપરાંત, ફીમેલ પાર્ટનર પૂરતી ઉત્તેજીત ન થઈ હોય, અને તમે સેક્સ કરવાનું શરુ કરી દો તેવામાં યોગ્ય લ્યૂબ્રિકન્ટ્સના અભાવના કારણે પણ કોન્ડોમ ફાટવાના ચાન્સ વધી જાય છે.

કોન્ડોમ તમે સરખી રીતે પહેર્યો છે કે નહીં તેના પર પણ ઘણું બધું ડિપેન્ડ કરે છે. જો આ વાત તમે ધ્યાનમાં રાખો, તો કોન્ડોમ ફાટવાનું જોખમ ઘણું ઘટી જાય છે. સૌથી સામાન્ય વાત છે કે, જ્યારે તમારું પેનિસ એકદમ ઉત્તેજીત અવસ્થામાં હોય ત્યારે જ કોન્ડોમ પહેરો. જો આમ નહીં કરો તો કોન્ડોમ બરાબર ફીટ નહીં થાય. મોટાભાગના કોન્ડોમ્સમાં આગળના ભાગ્યે થોડી સ્પેસ હોય છે, જેમાં તમારું સીમેન જમા થઈ જાય છે. જ્યારે તમે કોન્ડોમ પહેરો ત્યારે તે ચપોચપ બેસવાને બદલે તેમાં થોડી સ્પેસ રહે તે ધ્યાન રાખો. તેના માટે તમે કોન્ડોમને સહેજ ખેંચી શકો છો. વળી, તેમાં હવા ન રહી જાય તે પણ ધ્યાન રાખવું જરુરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.