beautiful place/ જો તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સાંજ વિતાવવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત

લાઈફ પાર્ટનર સાથે સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવો ખરેખર અદ્ભુત છે.આવી સ્થિતિમાં, અમે અહીં કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં સાંજ ખૂબ જ સુંદર હોય છે.

Photo Gallery Lifestyle
રોમેન્ટિક સાંજ

તમારે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે સમય કાઢવો જોઈએ, કેમ કે આ ફક્ત તમારા મૂડને જ નહિ પરંતુ તમારા સંબંધોમાં પણ સુધારો કરે છે. અને જો તમે પણ તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનું વિચારી રહ્યા છો, તો તમે કેટલીક એવી જગ્યાઓ પર જઈ શકો છો જ્યાંના દ્રશ્ય ખૂબ જ સુંદર હોય છે. તમારા પાર્ટનરનો હાથ પકડીને અસ્ત થતા સૂર્યને જોવો ખૂબ જ રોમેન્ટિક છે. જાણો તે જગ્યાઓના નામ જ્યાં સાંજ ખૂબ જ સુંદર હોય છે.

ટાઇગર હિલ, પશ્ચિમ બંગાળ 

Rise of the sun at Tiger Hill | Deccan Herald

અસ્ત થતા સૂર્યને જોવા માટે ટાઈગર હિલ ખૂબ જ સુંદર સ્થળ છે. ટાઈગર હિલથી માઉન્ટેન કંચનજંગા અને પ્રતિષ્ઠિત માઉન્ટ એવરેસ્ટનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. આ સ્થળ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે.

વારાણસી, ઉત્તર પ્રદેશ   

Hindu Sadhu Sitting On A Boat Overlooking Varanasi City Architecture At Sunset Stock Photo - Download Image Now - iStock

વારાણસીને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. એમાં પણ ગંગાના કિનારે ઉગતા સૂર્યને જોવો તે એક ખુબ જ અદ્ભુત નજરો છે. અહીંનો સુંદર નજારો જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. મહાકાલની નગરીમાં સૌથી ફેમસ કાશી વિશ્વનાથ મંદિર છે. તો જયારે પણ તમે ત્યાં જાઓ તો આ મંદિરની મુલાકાત જરૂરથી લો અને ગંગાના કિનારે બેસી અસ્ત થતા સૂર્યનો નજરો જુઓ.

હેવલોક આઇલેન્ડ, અંદમાન

Havelock Island Tourist Guide and Holiday Packages , Andaman & Nicobar Island Tourist Guide , Andaman & Nicobar Island Tourism - Holiday Travel

અંદમાન એક ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં યુગલો હનીમૂન માટે જાય છે. અહીં હેવલોક આઇલેન્ડની સાંજ ખૂબ જ સુંદર હોય છે. તમારા સોલમેટ સાથે સૂર્યાસ્તનો આનંદ માણવા માટે આ શ્રેષ્ઠ જગ્યા છે.

કન્યાકુમારી, તમિલનાડુ

Kanyakumari | Cities of Tamil Nadu | Pilgrim city | Tamil Nadu Tourism

કન્યાકુમારી ભારતની શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક છે.તમે અહીં તમારા પાર્ટનર સાથે પ્રાકૃતિક સૌંદર્ય જોવા પણ જઈ શકો છો.આ સ્થળ સૂર્યાસ્ત જોવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.તમે તમારા પાર્ટનર સાથે અહીં સુંદર સાંજનો આનંદ માણી શકો છો.

નંદી હિલ્સ, કર્ણાટક

Nandi Hills: Discover The Paradise With This Handy Guide

દક્ષિણ ભારત નંદી હિલ્સ ખૂબ જ સુંદર છે. અહીં તમે સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો જોઈ શકો છો. થોડા દિવસો શાંતિથી પસાર કરવા માટે આ યોગ્ય સ્થળ છે.

આ પણ વાંચો:જબલપુરમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, મોટી દુર્ઘટના ટળી, ટેન્કરોમાં હતો LPG ગેસ

આ પણ વાંચો:ઉ.પ્ર.ના રાજઘરાનાની સંપત્તિનો વિવાદ રસ્તા પરઃ બહેનનો ભાઈ પર માર મારવાનો આરોપ

આ પણ વાંચો: બાલાસોર દુર્ઘટનામાં સ્થાનિકોએ હજારથી વધુ લોકોના જીવ બચાવ્યાઃ સીએમ નવીન પટનાયક

આ પણ વાંચો:પહેલવાનોને વાતચીત માટે કેન્દ્ર સરકારનું આમંત્રણ