Fashion/ દિવાળીમાં સાડી પહેરવાના હોવ તો સાથે પહેરજો આ પ્રકારના બ્લાઉઝ..

દિવાળીમાં મોટાભાગની મહિલાઓ પરંપરાગત વસ્ત્રો પહેરવાનો પ્રયાસ કરે છે, તેમાં પણ સાડી પ્રથમ નંબરે આવે છે

Fashion & Beauty Lifestyle
Untitled 501 દિવાળીમાં સાડી પહેરવાના હોવ તો સાથે પહેરજો આ પ્રકારના બ્લાઉઝ..

દિવાળીમાં મોટાભાગની મહિલાઓ પરંપરાગત વસ્ત્રો પહેરવાનો પ્રયાસ કરે છે, તેમાં પણ સાડી પ્રથમ નંબરે આવે છે. તેથી જો તમે પણ આ તહેવારમાં પહેરવા માટે સાડી ખરીદી છે, તો તેના બ્લાઉઝ માટે તમને કેટલીક સ્ટાઇલિશ ડિઝાઇન જણાવીશું કે જે તમારી સાડી પર ખૂબ જ સુંદર લાગશે.

  • પફ સ્લીવ બ્લાઉઝ

પફ સ્લીવ આજકાલ ટ્રેન્ડમાં છે અને સાડી સાથે આવી સ્લીવવાળો બ્લાઉઝ ખૂબ જ સુંદર દેખાશે. એમાં પણ જો ટ્રાન્સપરંટ સ્લીવ્ઝ હોય તો ખૂબ આકર્ષક લૂક આપે છે. જે ચોક્કસપણે સાડી સાથે પરફેક્ટ લાગશે.

Untitled 498 દિવાળીમાં સાડી પહેરવાના હોવ તો સાથે પહેરજો આ પ્રકારના બ્લાઉઝ..

  • શર્ટ સ્ટાઇલ બ્લાઉઝ

શર્ટ સ્ટાઇલ બ્લાઉઝ કોટન, ખાદીની સાડીઓ સાથે ખૂબ સરસ લાગે છે. તેથી જો તમે દિવાળી પર આવી સાડી પહેરવા જઈ રહ્યા છો તો શર્ટ સ્ટાઇલ બ્લાઉઝ સાથે પહેરજો. તમે ઓફિસમાં દિવાળી સેલિબ્રેશનમાં પણ આ પ્રકારના બ્લાઉઝ પહેરી શકો છો.

Untitled 499 દિવાળીમાં સાડી પહેરવાના હોવ તો સાથે પહેરજો આ પ્રકારના બ્લાઉઝ..

  • બોટ નેક બ્લાઉઝ

આ પ્રકારના બ્લાઉઝને સાડી સાથે પહેરાવથી અલગ અને યુનિક લુક મેળવી શકાય છે. બોટ નેક સાથે લેસ કે નેટ ફેબ્રિકનું કોમ્બિનેશન તમારા લૂકમાં ચાર ચાંદ લગાવે છે.

Untitled 500 દિવાળીમાં સાડી પહેરવાના હોવ તો સાથે પહેરજો આ પ્રકારના બ્લાઉઝ..

  • ફુલ સ્લીવ રાઉન્ડ નેક બ્લાઉઝ

દિવાળી દરમિયાન, વાતાવરણમાં થોડી ઠંડી હોય છે, તેથી તમારે શાલ અથવા જેકેટ સાથે રાખવાને બદલે, તમારે ફૂલ સ્લીવનું બ્લાઉઝ પહેરવું. આનો ટ્રેન્ડ ક્યારેય નથી જતો. સારા દેખાવા ઉપરાંત, તમે આ પહેરીને કમ્ફર્ટેબલ પણ રહેશો.