Not Set/ પૂરતી ઉંઘ નહી લેવાથી સ્વાસ્થ્યને થઇ શકે છે મોટો ખતરો, જાણો

નવી દિલ્હી, જે લોકો પૂરતી ઉંઘ નથી લેતા તે પોતાની સેહત સાથે સીધી રમત રમી રહ્યા છે. થોડા સમય પહેલા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત સામે આવી છે. રાત્રે મોડેથી ઉંગી જતા લોકો અને વહેલી સવારે ઉઠી જતા લોકોનાં આરોગ્ય પર પણ પ્રતિકુળ અસર થાય છે. આ બાબતે તબીબોએ કહ્યું છે કે, પુરતી ઉંગ […]

Health & Fitness Lifestyle
sleep better પૂરતી ઉંઘ નહી લેવાથી સ્વાસ્થ્યને થઇ શકે છે મોટો ખતરો, જાણો

નવી દિલ્હી,

જે લોકો પૂરતી ઉંઘ નથી લેતા તે પોતાની સેહત સાથે સીધી રમત રમી રહ્યા છે. થોડા સમય પહેલા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત સામે આવી છે. રાત્રે મોડેથી ઉંગી જતા લોકો અને વહેલી સવારે ઉઠી જતા લોકોનાં આરોગ્ય પર પણ પ્રતિકુળ અસર થાય છે.

આ બાબતે તબીબોએ કહ્યું છે કે, પુરતી ઉંગ નહી મેળવનાર લોકોને ઘણી બિમારી થાય છે. જેમાં હાર્ટ સાથે સંબંધિત બિમારીનો સમાવેશ થાય છે. લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે છ કલાકથી ઓછી ઉંગ મેળવનાર લોકો પર હાર્ટ સાથે સંબંધિત રોગનાં કારણે મૃત્યુ પામવાનો ખતરો ૪૮ ટકા સુધી વધી જાય છે. આ બાબત મુંબઇમાં જેવા શહેરમાં સતત કાર્યરત રહેતા લોકો માટે પણ લાગુ પડે છે. તબીબોએ એક ઉદાહરણ આપતા કહ્યું છે કે, કાર્ડિયોલોજિસ્ટ બ્રાયન પિન્ટોએ તેમના મિત્રનાં ૪૩ વર્ષના પુત્રની મોતની વિગત આપતા કહ્યું છે કે રોડ પર જોગિંગ કરતી વેળા તે પડી ગયો હતો. કામનાં કલાકોને વધારવાના હેતુસર યુવા પેઢીનાં લોકો પુરતી ઉંગ મેળવી શકતા નહી. આવા યુવા વર્ગનાં લોકોમાં હાર્ટ સાથે સંબંધીત રોગનો ખતરો વધારે રહે છે. પિન્ટોએ કહ્યું છે કે સાત કલાકની ઉંગ વગર કોઇ પણ કામગારી લાંબા ગાળે નુકસાન કરે છે.

કાર્ડિયોલોજિસ્ટ એ.બી. મહેતાએ કહ્યું છે કે હાર્ટ એટેક સાથે હોસ્પિટલનાં ઇમરજન્સી રૂમમાં પહોંચી ગયેલા ૬૦ ટકાથી વધારે દર્દીને તેઓને હાર્ટ રોગ થશે તેવી ગણતરી પણ ન હતી. મોટા ભાગનાં કેસોમાં વધારે પડતી શારીરિક કસરત અને ઓછી ઉંગ પણ હાર્ટ સાથે સંબંધિત રોંગ માટે જવાબદાર છે. યુનિવર્સિટી ઓફ વાર્કવિકે અભ્યાસમાં કહ્યું છે કે અમેરિકા, બ્રિટન, અને જાપાન સહિત આઠ દેશોમાં આ સમીકરણ લાગુ પડે છે. અભ્યાસ મુજબ રાત્રે છ કલાકથી ઓછી ઉંગ ખતરનાક સાબિત થઇ શકે છે. આવા લોકોમાં સ્ટ્રોકનાં કારણે મોત થવાની દહેશત પણ વધી જાય છે. યુનિવર્સિટીની ટીમે વ્યાપક અભ્યાસ બાદ આ મુજબનો દાવો કર્યો છે.