Not Set/ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા ભારત પર પડી તેની અસર, જાણો શું છે કારણ

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તાજેતરમાં પણ કઇક આવુ જ તણાવભર્યુ વાતાવરણ સર્જાયુ છે. ઈરાને ગુરુવારે અમેરિકાનો એક શક્તિશાળી ડ્રોન મારીને ઠાર કરી દીધો હતો, જેના લીધે બંન્નેની વચ્ચે તણાવ વધી ગયો છે. આ વચ્ચે યુનાઈટેડ એયરલાઇન્સે ઈરાનને હવાઈ ક્ષેત્રથી ન્યૂયોર્કથી મુંબઈ આવતી જતી ફ્લાઈટ રદ્દ કરી […]

World
Iran Iran news sanctions against Iran Iran sanctions અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા ભારત પર પડી તેની અસર, જાણો શું છે કારણ

અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તાજેતરમાં પણ કઇક આવુ જ તણાવભર્યુ વાતાવરણ સર્જાયુ છે. ઈરાને ગુરુવારે અમેરિકાનો એક શક્તિશાળી ડ્રોન મારીને ઠાર કરી દીધો હતો, જેના લીધે બંન્નેની વચ્ચે તણાવ વધી ગયો છે. આ વચ્ચે યુનાઈટેડ એયરલાઇન્સે ઈરાનને હવાઈ ક્ષેત્રથી ન્યૂયોર્કથી મુંબઈ આવતી જતી ફ્લાઈટ રદ્દ કરી છે. એયરલાઇન્સે જણાવ્યુ છે કે, સુરક્ષાનાં કારણે આ પગલું લેવામાં આવ્યું છે. જણાવી દઈએ તો, ફ્લાઈટ રોજ સાંજે ન્યૂયોર્કનાં ન્યૂજર્સી એરપોર્ટથી મુંબઈ એરપોર્ટ પર આવતી હોય છે.

એરલાઇન્સે આગળ તે પણ જણાવ્યું કે, જ્યારે ઈરાન દ્વારા અમેરિકાનું ડ્રોન ઠાર કરાયું તે સમયે એક કોમર્શિયલ એરલાઇન્સ પણ તેની એક દમ નજીક ઉડી રહ્યું હતું. તેઓએ જણાવ્યુ કે, આમાં દક્ષીણ એરફ્લાઈટ પર પણ હુમલો થવાનો ખતરો છે. આ કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. જો કે જણાવી દઈએ, આ પહેલા પણ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવો પહેલાથી રહ્યા છે. ટ્રંપ દ્વારા ઈરાનને લઇ કોઈ સારા નિર્ણયો પહેલેથી જ નહોતા લેવાયા, તે બંને વચ્ચેનાં સંબંધો પણ કદી સારા રહ્યા નથી. ટ્રંપ દ્વારા પહેલા પણ ઈરાનનાં નાગરિકોને એન્ટ્રી પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ તેની તીવ્ર ટીકા થતા તેને મુસાફરીનાં નિયંત્રણને આરામ આપ્યો હતો. અને નોન-એન્ટ્રી દેશોમાંથી હાંકી કાઢ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,મીડિયા અહેવાલમાં યુ.એસ.એ સ્વીકાર્યું છે કે ઇરાને 18 મિલિયન ડોલરનાં શક્તિશાળી જાસૂસ ડ્રોનને પાડી દીધું છે. જેના થોડા સમય પછી, ઇરાને જાહેરાત કરી કે તે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. દેખીતી વાત એ છે કે, ખાડી પ્રદેશમાં વધતો જતો તણાવ  આખી દુનિયા માટે ચિંતાનો વિષય છે, કારણ કે આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તાજેતરમાં એક અહેવાલનાં કારણે ભય હતો કે યુ.એસ. અને ઈરાન વચ્ચે તણાવ પરમાણુ યુદ્ધમાં પરિણમી શકે છે. જો આ બનશે તો તે સમગ્ર દુનિયા માટે મોટુ સંકટ ઉભુ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.