Vaccination/ વેક્સિનને લઈ AMCનો મહત્વનો નિર્ણય, હવે ખાનગી મિલકતોમાં વેક્સિન સર્ટી. ચેક કરાશે

વેક્સિનને લઈ અમદાવાદ મનપાએ મોટો નિર્ણય લીધો છે. હવે ખાનગી મિલકતોમાં પણ વેક્સિન સર્ટિ ચેક કરવામાં આવશે.  સાથે મોલ, મલ્ટિપ્લેક્સ, ક્લબમાં સર્ટી. ચેક કરવા આદેશ  આપવામાં આવ્યા છે.

Ahmedabad Gujarat Trending
vaccine 2 1 વેક્સિનને લઈ AMCનો મહત્વનો નિર્ણય, હવે ખાનગી મિલકતોમાં વેક્સિન સર્ટી. ચેક કરાશે
  • મોલ, મલ્ટિપ્લેક્સમાં ક્લબમાં સર્ટી. ચેક કરવા આદેશ
  • અમદાવાદમાં રસીકરણ વધારવા મનપાનો નિર્ણય
  • પાત્રતા હોવા છતાં રસી ન લીધેલ લોકો પ્રવેશથી વંચિત

દિવાળીના તહેવાર બાદ રાજ્યમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જે ને લઈ ફરી એક વાર રાજ્ય સરકાર હરકતમાં આવી છે. અને  ફરી એકવાર કોરોના ને લઈ જુદાજુદા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. ત્યારે આ વાયરસ પર કાબુ મેળવવા માટે એકમાત્ર વેક્સિન ઇલાજ છે. વેક્સિનને લઈ અમદાવાદ મનપાએ મોટો નિર્ણય લીધો છે. હવે ખાનગી મિલકતોમાં પણ વેક્સિન સર્ટિ ચેક કરવામાં આવશે.  સાથે મોલ, મલ્ટિપ્લેક્સ, ક્લબમાં સર્ટી. ચેક કરવા આદેશ  આપવામાં આવ્યા છે. અમદાવાદમાં રસીકરણ વધારવા મનપાએ મહત્વનો નિર્ણય  લીધો છે. મનપાના આ નિર્ણયથી અનેક લોકો પાત્રતા હોવા છતાય રસી ન લીધેલ લોકો પ્રવેશથી વંચિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા જ  અમદાવાદ મનપાએ મનપા સંચાલિત AMTS અને BRTSમાં મુસાફરી માટે કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હોવાનુ વેક્સિન સર્ટિ  બતાવવું પડશે, તેવો નિર્ણય જાહેર કર્યો હતો. અમદાવાદમાં 9 લાખથી વધુ લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી, ત્યારે હવે જો કોરોના પર કાબુ મેળવવો હોય તો રસી જ એકમાત્ર રામબાણ ઇલાજ છે.

કોરોનાનાં નવા કેસ નોંધાવવામાં ઉછાળો આવતા તંત્ર સફાળુ જાગ્યુ છે. હવે આ વધતા કેસો પર કંટ્રોલ મેળવવા માટે અમદાવાદ મનપા દ્વારા આ મોટો નિર્ણ લેવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે કેસમાં વધારો થતાં મનપા દ્વારા વિવિધ સ્થળો પર બંધ પડેલા કોરોના ટેસ્ટિંગ ડોમ પણ ફાઈ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

બનાસકાંઠા / આગામી સમયમાં બુથ પર તલાવાર લઈને ઊભા રહેવું પડેશે : ગેનીબેન ઠાકોર

ક્ચ્છ / આવો જાણીએ નામશેષના આરે આવીને ઊભેલી ‘નામદા’ કળા અને તેના ભવ્ય ઇતિહાસ વિષે…

World / સમૃદ્ધ દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું કર્યુ છે શરૂ તો આજે પણ અનેક લોકો પ્રથમ ડોઝથી પણ વાંછિત : WHO