હવામાન/ કાળઝાળ ગરમીમાં શેકાતું ગુજરાત, હવામાન વિભાગે જણાવ્યું

ગુજરાત રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહીછે. તોસાથે અનેક ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહીછે. હાલમાં રાજમાં મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી ચુક્યો છે.

Top Stories Gujarat
Untitled 6 9 કાળઝાળ ગરમીમાં શેકાતું ગુજરાત, હવામાન વિભાગે જણાવ્યું

ગુજરાત રાજ્યમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહીછે. તોસાથે અનેક ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહીછે. હાલમાં રાજમાં મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં કાળઝાળ ગરમી કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

મે મહિનામાં આકાશમાંથી અગનગોળા વરસી ર્હ્યાહોય તેવું લાગી હ્યું છે.  દરરોજ આકાશમાંથી નીકળતી આગ તાપમાનમાં વધારો કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે થોડા દિવસ ગરમી પડશે અને ગરમીનું જોર રહેશે. હવામાન વિભાગ મુજબ આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ રહેશે. રાજ્યભરમાં હિટવેવનું અનુમાન છે. રાજ્યમાં સૂકા અને ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. બે દિવસ હિટવેવની અસર યથાવત રહેશે. તેની અનેક શહેરોમાં ગરમીનો પારો રહેશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો 44 એ પહોશી શકે છે. બે દિવસ ગરમી વધુ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, અમદાવાદવાસીઓ સહિત ગુજરાતમાં હજુ પણ ગરમીનો પારો યથાવત રહેશે.

તો સાથે દેશની રાજધાની દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ગરમ હવા ચાલવાની સાથે તાપમાન વધી રહ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં ફરી એક વખત તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ઉત્તર ભારતના રાજ્યોમાં લૂથી જનજીવન પર અસર પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના વિદર્ભના કેટલાક ભાગોમાં ૧૧મી મે સુધી લૂ ચાલવાની શક્યતા છે. મધ્ય પ્રદેશ, દક્ષિણ પંજાબ, દક્ષિણ હરિયાણા અને પૂર્વી રાજસ્થાનમાં ૯મી અને ૧૧મી મેના રોજ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.