કૌભાંડ/ ઇમરાન ખાનનો ગીફટ કૌભાંડ,ગલ્ફ દેશમાંથી પ્રિન્સે આપેલી કઇ ભેટ વેચી જાણો

વડાપ્રધાન ઇમરાન ખાનની હાલત વધુ કફોડી બની છે,દેશ કંગાળ બની રહ્યો છે,ત્યારે બીજા દેશમાંથી મળેલી ભેટો વેચીને પોતાની સંપતિમાં વધારો કરી રહ્યા છે.

Top Stories
imran khan ઇમરાન ખાનનો ગીફટ કૌભાંડ,ગલ્ફ દેશમાંથી પ્રિન્સે આપેલી કઇ ભેટ વેચી જાણો

નયા પાકિસ્તાનનો વચન આપીને સત્તા પર કાબિજ થયેલા વડાપ્રધાન ઇમરાન ખાનની હાલત વધુ કફોડી બની છે,દેશ કંગાળ બની રહ્યો છે,ત્યારે બીજા દેશમાંથી મળેલી ભેટો વેચીને પોતાની સંપતિમાં વધારો કરી રહ્યા છે.પાકિસ્તાનના પ્રમુખ વિરોધ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ઇમરાન ખાને ગેરકાયદેસર રીતે અન્ય દેશો પાસેથી મળેલી ભેટો વેચી હતી,જેમાં એક મિલિયન ડોલરની મોંઘી ઘડિયાળનો સમાવેશ થાય છે.

રાજ્યના વડાઓ અને બંધારણીય હોદ્દાઓ ધરાવતા અધિકારીઓ વચ્ચે સત્તાવાર મુલાકાતો પર ભેટોની આપલે થાય છે. પાકિસ્તાનમાં ગિફ્ટ ડિપોઝિટરી  ના નિયમો અનુસાર, આ ભેટો રાષ્ટ્રની સંપત્તિ છે, સિવાય કે તેમની ખુલ્લી હરાજી કરવામાં આવે. નિયમો અનુસાર અધિકારીઓ 10,000 રૂપિયાથી ઓછી ભેટ રાખી શકે છે.

નવાઝ શરીફની પુત્રી મરિયમે એક ટ્વિટમાં કહ્યું કે પીએમએલ-એન ઉપાધ્યક્ષ  કે, ઈમરાન ખાને અન્ય દેશોમાંથી ભેટો વેચી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રીએ કહ્યું, “ખલીફા હઝરત ઉમર (પયગંબર સાહેબના સાથી) તેમના શર્ટ અને ડગલા માટે જવાબદાર હતા અને એક તરફ તમે (ઇમરાન ખાને) તોશાખાનાની ભેટો લૂંટી છે અને તમે મદીના જેવા રાજયની સ્થાપવાની વાત કરો છો. વ્યક્તિ આટલો સંવેદનહીન, બહેરો, મૂંગો અને આંધળો કેવી રીતે હોઈ શકે?