LLC T20/ ઈમરાન તાહિરે માત્ર 19 બોલમાં ફટકાર્યા 52 રન, મુશ્કિલ સમયમાં ટીમને અપાવી જીત

લેગ સ્પિનર ​​ઈમરાન તાહિરે ઓમાનનાં મસ્કટમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં બેટ વડે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. વિસ્ફોટક બેટિંગ કરતા તાહિરે 19 બોલમાં 52 રન ફટકાર્યા હતા.

Sports
ઈમરાન તાહિર

લેગ સ્પિનર ​​ઈમરાન તાહિરે ઓમાનનાં મસ્કટમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં બેટ વડે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. વિસ્ફોટક બેટિંગ કરતા તાહિરે 19 બોલમાં 52 રન ફટકાર્યા હતા અને તેની ટીમ વર્લ્ડ જાયન્ટ્સને ઈન્ડિયા મહારાજા સામે 3 વિકેટે શાનદાર જીત અપાવી હતી. આ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ જાયન્ટ્સની આ પ્રથમ જીત છે.

આ પણ વાંચો – U19 World Cup / ભારતીય ટીમે યુગાન્ડાને 326 રનથી હરાવી રચ્યો ઈતિહાસ, આ ફોર્મેટમાં કોઈપણ ટીમની આ બીજી સૌથી મોટી જીત

ઈન્ડિયા મહારાજાનાં 210 રનનાં ટાર્ગેટનો પીછો કરતા વર્લ્ડ જાયન્ટ્સે એક સમયે 14મી ઓવરમાં 130 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી આઠમાં નંબરે બેટિંગ કરવા આવેલા તાહિરે 19 બોલમાં 5 છક્કાની મદદથી અણનમ 52 રન ફટકારીને ટીમને ત્રણ વિકેટથી વિજય અપાવ્યો હતો. વર્લ્ડ જાયન્ટ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રન બનાવવાના હતા અને ઈમરાન તાહિરે બે સિક્સર ફટકારીને મામલો ખતમ કરી દીધો હતો. તેના સિવાય કેવિન પીટરસને 27 બોલમાં 53 રન અને કેપ્ટન ડેરેન સેમીએ 11 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ પહેલા ભારતીય બેટ્સમેને લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2022ની પ્રથમ સદી ફટકારી હતી. ઈન્ડિયા મહારાજાનાં ઓપનર નમન ઓઝાએ વર્લ્ડ જાયન્ટ્સ સામે તોફાની સદી ફટકારી હતી. તેણે સદી ફટકારીને આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેની સદીની ઇનિંગ્સનાં આધારે ઈન્ડિયા મહારાજાએ વર્લ્ડ જાયન્ટ્સ સામે જીત માટે 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વર્લ્ડ જાયન્ટ્સ સામેની મેચમાં નમન ઓઝાએ 57 બોલમાં 12 ચોક્કા અને 5 છક્કાની મદદથી સદી ફટકારી હતી. આ મેચમાં તે 69 બોલમાં 15 ચોક્કા અને 9 છક્કાની મદદથી 140 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, એશિયા લાયન્સ સામેની પ્રથમ મેચમાં તે વધુ પ્રદર્શન કરી શક્યો ન હતો અને માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ મેચમાં ઈન્ડિયા મહારાજાએ નમન ઓઝાની સદીનાં કારણે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 209 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – ICC અંડર-19 / વર્લ્ડ કપમાં ભારતે યુગાન્ડાને 406 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો,રાજ બાવાની 162ની યાદગાર ઇનિંગ્સ

નમન સિવાય કેપ્ટન મોહમ્મદ કૈફે પણ શાનદાર ઇનિંગ રમી હતી. મોહમ્મદ કૈફે 44 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. કૈફે 47 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. ઈનિંગનાં છેલ્લા બોલ પર યુસુફ પઠાણે સિક્સર ફટકારી હતી. જણાવી દઈએ કે, વસીમ જાફર અને એસ બદ્રીનાથ ખાતું પણ ખોલાવી શક્યા ન હોતા. આવી સ્થિતિમાં મોટો સ્કોર બનાવવાની જવાબદારી નમન ઓઝા અને કેપ્ટન મોહમ્મદ કૈફ પર હતી અને ટીમે તે પણ કર્યું.