Not Set/ “ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે” તેવી – UNGAમાં ઇમરાનની વાત

ભારતમાં એક કહાવત ખુબ પ્રચલિત છે કે, “ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે” અને કદાચ આ કહાવત વિશ્વભરમાં ચલણમાં હશે જ હશે તેવું આજેનાં UNGAમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાનનાં સંબોધનથી પ્રતિત થઇ રહ્યું છે. ઇમરાનખાન દ્વારા પાકિસ્તાનનો પક્ષ આજે UNGAનાં માધ્યમથી વિશ્વ મંચ પર રાખવામાં આવ્યો અને ઇમરાને પાકિસ્તાનની પેરવી કરતા એવી વાતો કરી […]

World
190725 imran khan 16c29871537 large "ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે" તેવી - UNGAમાં ઇમરાનની વાત

ભારતમાં એક કહાવત ખુબ પ્રચલિત છે કે, “ગાંડી સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે” અને કદાચ આ કહાવત વિશ્વભરમાં ચલણમાં હશે જ હશે તેવું આજેનાં UNGAમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાનનાં સંબોધનથી પ્રતિત થઇ રહ્યું છે.

ઇમરાનખાન દ્વારા પાકિસ્તાનનો પક્ષ આજે UNGAનાં માધ્યમથી વિશ્વ મંચ પર રાખવામાં આવ્યો અને ઇમરાને પાકિસ્તાનની પેરવી કરતા એવી વાતો કરી જેને આમતો પાકિસ્તાન સાથે સુતકનાં પણ સબંધો જોવા મળતા નથી. ઇમરાને આતંકવાદ વિશે સુફિયાણી વાત કહી જેનું તે જનક છે. મની લોન્ડરીંગની વાત કરી જ્યાં દેશ પૂરો આતંકીનાં પૈસે ચાલે છે. પાછું કહે છે 9/11માં પાકિસ્તાનનો હાથ નહતો, સાચી વાત છે આખે આખું હતું ખાલી હથ ન હતો(ઓસામા બીન લાદેન આબોટાબાદમાંથી ઝડપાયો હતો – અમેરીકાને યાદ છે હજુ). ઇસ્લામોફોબિયા, પાકિસ્તાનમાં હશે(ભારતમાં પાક કરતા વધારે મુસ્લમાન સુખ અને શાંતીથી રહે છે). આટલું ઓછું હોય તોમ કહે છે 9/11 પછી ઇસ્લામને નિશાન બનાવવાનું શરૂ થયું હતું(વિશ્વમાં કોઇ દેશ તમારા પાકિસ્તાન સિવાય ઘર્મનાં નામે વાળા ધરાવતા નથી). અને છેલ્લે કહ્યું તે તો કુદરતનાં કહેરની વાત હતી(કહેવું અતિશયોક્તિ છે પણ આને કહેવાય હાથનાં કર્યા હૈયે વાગ્યા તે)

    • આંતરરાષ્ટ્રીય સંગઠન મની લોન્ડરિંગ સામે કડક હોવું જોઈએ: ઇમરાન
      યુએનમાં ઇમરાને કહ્યું હતું કે વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પૈસાની ગેરવર્તન સામે કડક હોવા જોઈએ જેથી ગરીબ દેશોના નાગરિકો પર ખર્ચ કરવામાં આવતા નાણાં ટેક્સ હેવન દેશોમાં ન જાય. યુએનમાં ઈમરાને કહ્યું હતું કે મોટાભાગના આત્મઘાતી હુમલા તમિલ વાઘ દ્વારા કરવામાં આવ્યા હતા, તેઓ હિન્દુ હતા, પરંતુ કોઈ હિન્દુઓને દોષી ઠેરવતા નથી.
    • પાકિસ્તાન 9/11 ના આતંકી હુમલામાં સામેલ ન હતો: ઇમરાન ખાન
      9/11 ના આતંકી હુમલામાં કોઈ પાકિસ્તાની સામેલ ન હતો, પરંતુ તે પછી મોટી સંખ્યામાં મુસ્લિમો માર્યા ગયા હતા.
    • આતંકવાદનો કોઈ ધર્મ સાથે કોઈ સંબંધ નથી : ઇમરાન
      સંયુક્ત રાષ્ટ્રમાં ઇમરાન ખાને કહ્યું કે આતંકવાદનો કોઈ ધર્મ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ જ્યારે મુસ્લિમો અન્ય દેશોમાં જાય છે ત્યારે તેમની શંકા છે.
    • દુનિયા હિઝાબ પહેરવાનારને શંકાની નજરથી જુએ છે : ઇમરાન
      સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ઇમરાને કહ્યું હતું કે જ્યાં સુધી ટેક્સ હેવન દેશોને મંજૂરી આપવામાં આવે ત્યાં સુધી વિકાસશીલ દેશોના નાણાં ત્યાં ખર્ચવામાં આવશે. ઇમરાને કહ્યું કે 9/11 પછી, ઇસ્લામોફોબીયાની આખી દુનિયામાં એવી અસર છે કે તે ફક્ત હિજાબ પહેરવામાંથી જ શંકા સાથે જોવામાં આવે છે. હિજાબને પણ એક હથિયાર માનવામાં આવ્યું છે.
    • 9/11 પછી, ઇસ્લામને નિશાન બનાવવાનું શરૂ થયું : ઇમરાન
      ઇમરાન ખાને કહ્યું કે 9/11 ના આત્મઘાતી હુમલા બાદ ઇસ્લામને નિશાન બનાવવાનું શરૂ થયું.
    • ઇસ્લામોફોબીયાએ હિજાબને પણ શસ્ત્ર બનાવ્યું હતું : ઇમરાન
      પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ઇસ્લામોફોબીયાએ પણ હિજાબને શસ્ત્ર બનાવ્યું હતું. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ગરીબ દેશોમાં ભ્રષ્ટાચાર મોટો મુદ્દો છે.
    • પાકિસ્તાન હવામાન પરિવર્તનથી ખૂબ પ્રભાવિત છે : ઇમરાન
      હવામાન પરિવર્તનથી સૌથી વધુ અસરગ્રસ્ત 10 દેશોમાં પાકિસ્તાન પણ શામેલ છે. વિશ્વના નેતાઓએ પણ ગંભીરતા દાખવી ન હતી. ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન એક કૃષિ દેશ છે. પાકિસ્તાનમાં 80 ટકા પાણી હિમનદીથી આવે છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ આ તરફ દોરી લેવી જોઈએ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.