Not Set/ એવો દેશ જ્યા મફતમાં ઘર, નોકરી અને 8 લાખ રૂપિયા અપાય છે, જાણો શું છે કારણ

તમને કોઇ કહે કે એક જગ્યા છે કે જ્યા રહેવા માટે તમને એક ઘર અને લાખો રૂપિયા આપવામાં આવશે, તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? તમે માનશો કે તમારી સાથે મજાક કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો આ વાત સાચી હોય તો! જી હા આપને જાણીને નવાઇ લાગશે પણ ઈટલીનાં એક ગામમાં રહેવા માટે તમને […]

World
italy home1 એવો દેશ જ્યા મફતમાં ઘર, નોકરી અને 8 લાખ રૂપિયા અપાય છે, જાણો શું છે કારણ

તમને કોઇ કહે કે એક જગ્યા છે કે જ્યા રહેવા માટે તમને એક ઘર અને લાખો રૂપિયા આપવામાં આવશે, તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે? તમે માનશો કે તમારી સાથે મજાક કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો આ વાત સાચી હોય તો! જી હા આપને જાણીને નવાઇ લાગશે પણ ઈટલીનાં એક ગામમાં રહેવા માટે તમને એક ઘર અને 10 હજાર યૂરો એટલે કે 8.17 લાખ રૂપિયા આપવામાં આવશે. જો કે તેના માટે તમારે ત્યા સ્થાઇ થવુ પડશે. તેમની આ ઓફર ખાસ કરીને યુવા ફેમિલી માટે છે. ગામ ઇચ્છે છે કે નવા લોકો અહી આવે અને તેમના સમાજનો હિસ્સો બને.

italian village free home f એવો દેશ જ્યા મફતમાં ઘર, નોકરી અને 8 લાખ રૂપિયા અપાય છે, જાણો શું છે કારણ

ઈટલીનાં પીડમાંટ વિસ્તારમાં લોકાનાં જિલ્લામાં ઘણા ગામ સૂના પડ્યા છે, જ્યા જનસંખ્યા ઓછી થઇ રહી છે. અહી સૌથી વધુ વૃદ્ધ છે. શરૂઆતમાં આ ઓફર તે લોકો માટે હતી જે ઈટલીમાં રહેતા હોય. પરંતુ હવે આ ઓફર દુનિયાભરનાં લોકો માટે છે. બસ અહીયા વસવાટ કરવાની એક શરત છે, જે પણ પરિવાર અહીયા આવે તેની પાસે એક બાળક ચોક્કસ હોવુ જોઇએ. આપને જણાવી દઇએ કે, આ ગામોને લગભગ 1185માં વસાવવામાં આવ્યા હતા. અહીનાં મકાન પત્થર અને લાકડાઓનાં બનેલા છે. અહી એક હાઇડ્રો ઈલેક્ટ્રીસિટી પ્લાંટ છે, જે પોતાની વિજળીનું ઇટલીનાં રાજ્યોમાં અને ઇંડસ્ટ્રીઝમાં વેચાણ કરે છે.italian town free house એવો દેશ જ્યા મફતમાં ઘર, નોકરી અને 8 લાખ રૂપિયા અપાય છે, જાણો શું છે કારણ

સ્થાનિક મેયરે જણાવ્યુ કે, દર વર્ષે અહીયા 40 લોકની મોત થઇ જાય છે, જ્યારે અહી જન્મલેતા બાળકોની સંખ્યા માત્ર 10 જ છે. પૂરી ઇટલીની લગભગ આ જ હાલત બની છે. યુવા નોકરી અને અવસરોનાં કારણે ગામ છોડીને શહેર કે બીજા દેશોમાં જવા લાગ્યા છે. અહી 1900ની શરૂઆતમાં અંદાજે 7 હજાર લોકો જ રહેતા હતા, પરંતુ આજે અહીની જનસંખ્યા માત્ર દોઢ હજાર જ થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.