શિકાગો/ અમેરિકામાં રૂ. 8300 કરોડનું સ્કેમ, બે ભારતીયની સંડોવણી

ભારતીય મૂળના શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ આઉટકમના બે ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સને 1 અબજ ડોલર (રૂ. 8300 કરોડ)ના કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

Top Stories World Breaking News
YouTube Thumbnail 2024 07 02T152030.418 અમેરિકામાં રૂ. 8300 કરોડનું સ્કેમ, બે ભારતીયની સંડોવણી

Chicago News: ભારતીય મૂળના શિકાગો સ્થિત હેલ્થ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ આઉટકમના બે ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સને 1 અબજ ડોલર (રૂ. 8300 કરોડ)ના કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. બંનેએ કંપનીના ગ્રાહકો, લેણદારો અને રોકાણકારોને ટાર્ગેટ કરીને કૌભાંડ આચર્યું હતું.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અનુસાર, આઉટકમ કંપનીના કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ CEO ઋષિ શાહ (ઉંમર 38 વર્ષ) અને કો-ફાઉન્ડર અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રદ્ધા અગ્રવાલ (ઉંમર 38 વર્ષ)ને ખોટા કામ કરનારાઓ પાસેથી પૈસા મળ્યા હતા. આ ઉપરાંત, આઉટકમના ભૂતપૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ચીફ ફાયનાન્સિયલ ઓફિસર બ્રાડ પર્ડી (35 વર્ષ)ને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

અમેરિકન કોર્ટે 26 જૂને ઋષિ શાહને સાડા સાત વર્ષની અને 30 જૂને શ્રદ્ધાને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. બ્રાડને બે વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા પણ કરવામાં આવી છે. તેમના પર એવી જાહેરાતો બતાવવાનો આરોપ છે જે ક્યારેય ઉપલબ્ધ ન હતી અથવા જરૂર ન હતી. શાહને છેતરપિંડીના પાંચ ગુના, વાયર ફ્રોડના આઠ અને બેંક ફ્રોડના બે ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે પર્ડીને મેલ ફ્રોડ, બેંક છેતરપિંડી અને નાણાકીય સંસ્થાને ખોટા નિવેદનો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને પુરાવાના આધારે આઉટકમની સ્થાપના 2006માં થઈ હતી. જે જાન્યુઆરી,2017 સુધી કોન્ટેક્સ્ટ મીડિયા તરીકે ઓળખાતી હતી. જેની કામગીરી અમેરિકામાં ડોક્ટર્સની ઓફિસમાં ટેબ્લેટ્સ અને ટીવી સ્ક્રિન લગાવવાની છે. તેઓ ગ્રાહકોને આ ડિવાઈસ પર જાહેરાતો કરવાં આમંત્રિત કરતાં હતા. જેમાં મોટાભાગની ફાર્મા કંપનીઓની જાહેરાત આવતી હતી.

શાહ, અગ્રવાલ અને પર્ડીએ ગ્રાહકોને ઓછી ડિલિવરી હોવા છતાં સાચો આંકડો છૂપાવી તેમજ સ્ક્રિનની સંખ્યાનો ખોટો આંકડો બતાવી જાહેરાતો પડાવતી હતી. આ જાહેરાતો મારફત તેઓ મબલક કમાણી કરી રહ્યા હતાં. 2011થી 2017 દરમિયાન આ જાહેરાતો મારફત તેમણે 45 મિલિયન ડોલરની ઓવરબિલ્ડ એડવર્ટાઈઝિંગ સર્વિસિઝ આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાણીપુરીમાં મળ્યા કેન્સર ફેલાવતા કેમિકલ, સરકારે સ્ટ્રીટ ફૂડ ખાનારાઓને સાવચેત રહેવાની આપી સલાહ

આ પણ વાંચો:કરૌલીમાં ભયાનક અકસ્માત, ટ્રક અને બોલેરો વચ્ચે અથડામણમાં 9 લોકોના

આ પણ વાંચો:ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું

આ પણ વાંચો:લોકસભામાં રાહુલ ગાંધીએ બતાવી ભગવાન શિવની તસવીર, ઓમ બિરલાએ કર્યો વિરોધ