Paresh Dhanani voted / અમરેલીમાં પરેશ ધાનાણી તેલનો ડબ્બો -ગેસ સિલિન્ડર લઇને મતદાન મથકે પહોંચ્યા

Paresh Dhanani voted  અમરેલીમાં પરેશ ધાનાણી તેલનો ડબ્બો -ગેસ સિલિન્ડર લઇને મતદાન કરવા નીકળ્યા

Gujarat Gujarat Assembly Election 2022
Paresh Dhanani voted
  • અમરેલીમાં પરેશ ધાનાણીએ કર્યુ મતદાન
  • સાયકલ લઇને મતદાન મથકે પહોંચ્યા
  • તેલનો ડબ્બો-ગેસ સિલિન્ડર લઇ પહોંચ્યા
  • અમરેલી કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી

Paresh Dhanani voted    ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠક પર મતદાન થશે ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે.અમરેલીમાં પરેશ ધાનાણીએ મોઘવારી મુદ્દાને ધ્યાનમાં લઇને સાઇકલ પાછળ ગેસ સિલિન્ડર સાથે મતદાન કરવા નીકળ્યા હતા અને ગેસ સિલિન્ડરના ભાવ આસમાને પહોચ્યા છે. ગેસ સિલિન્ડર પર ભાવની સરખામણીનો પોસ્ટર ચોટાડીયો છે, જોઇ શકાય છે કે તે મોંઘવારીના મુદ્દા તરફ લોકોનો ધ્યાન ખેંચવા આગવી સ્ટ્રેજી અપનાવીને મતદાન મથકે પહોચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કુલ 89 સીટમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે. ઉલ્લેખનીય છે કે, 2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે

પહેલા તબક્કામાં કુલ 11 મંત્રી સહિત ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. પહેલા તબક્કામાં ભાજપ-કોંગ્રેસના 89-89 જ્યારે આપના 88 અને BTPના 14 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 508 અન્ય પાર્ટી અને અપક્ષો રાજકીય રણસંગ્રામમાં ઉતર્યા છે. કુલ ઉમેદવાર 788 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે.

Centenary Festival /વડાપ્રધાન મોદીએ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનાં કર્યા વધામણાં- શુભેચ્છા