આપઘાત/ બનાસકાંઠામાં યુવક યુવતીએ જંગલમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

બનાસકાંઠામાંથી એક પ્રેમી પંખીડાના આપઘાત કિસ્સો સામે આવ્યો છે. યુવક યુવતીએ ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

Gujarat Others
આપઘાત
  • બનાસકાંઠામાં યુવક યુવતીએ કર્યો આપઘાત
  • વડગામના શેભર ગામના જંગલ વિસ્તારની ઘટના
  • ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
  • યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું અનુમાન
  • વડગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં અનેક જગ્યાએથી આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે,ત્યારે કેટલાક લોકો આર્થિક તંગીને કારણે મોતને વ્હાલુ કરતા હોય છે, તો કેટલાક લોકો પ્રેમમાં અસફળતા મળવાને કારણે મોતે વ્હાલુ કરતા હોય છે. ત્યારે હાલ બનાસકાંઠામાંથી એક પ્રેમી પંખીડાના આપઘાત કિસ્સો સામે આવ્યો છે. યુવક યુવતીએ ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ફરીથી અલગ અલગ જગ્યાએથી બે નવજાત બાળકો ત્યજી દેવાની ઘટના આવી સામે

આપને જણાવી દઈએ કે, બનાસકાંઠાના વડગામના શેભર ગામના જંગલ વિસ્તારમાં યુવક અને યુવતીએ  ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ મામલે વડગામ પોલીસેને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે હોસ્પિટલ ખસેડયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે એન એ જાણવણો પ્રયાસ કરી રહી છે કે આ યુવક યુવતીએ શા માટે આપઘાત કર્યો છે.

આ પણ વાંચો :સુરતમાં કોફી શોપમાં કોલેજિયન વિદ્યાર્થિ અને વિદ્યાર્થિની થયા બેભાન, એકનું મોત

આપને જણાવી દઈએ કે, ગઇકાલે ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં 16  વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધો 11  સાયન્સમાં અભ્યાસ કરતા આશાસ્પદ આદિવાસી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આની જાણ થતા સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વઘુ તપાસ હાથ ધરી છે.વિદ્યાર્થીએ કયા કારણોને લીધે આ અંતિમ પગલુ ભર્યુ છે તે હજી સામે આવ્યુ નથી.

આ પણ વાંચો : રત્નમણિ મેટલ્સ પર IT વિભાગના દરોડા, મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી આશંકા

આ પણ વાંચો : ગ્રામ પંચાયતની ચૂંટણી મામલે GPSC વર્ગ-01 અને વર્ગ-02ની પરિક્ષા પાછી ઠેલવાનો નિર્ણય

આ પણ વાંચો :  રાજકોટ જિલ્લાના માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેનની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે