ગુજરાત/ ભાવનગર મહાનગર પાલિકા એક્શનમાં, જો આ જગ્યાએ વાહન કરશો પાર્ક તો દંડાસો

ભાવનગર મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે.ત્યારે શહેરની દરેક સમસ્યાઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Gujarat Others
મહાનગર પાલિકા
  • નવા કમિશ્નરે ચાર્જ સંભાળ્યા બાદ મનપા એલર્ટ
  • ભાવનગર મનપા દ્વારા સ્વચ્છતા શરૂ કરાઈ
  • શહેરમાં રહેલા ગેરકાયદેસર દાબાણ કરાયા દૂર
  • ગેરકાયદેસર પાર્કિગ કરતા લોકો સામે દંડ

ભાવનગર મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે.IAS અધિકારી એન.વી.ઉપાધ્યાયે ભાવનગર મહાનગરવર પાલિકા માં કમિશનર નો ચાર્જ સંભાળિયા બાદ ભાવનગર શહેર ની કાયાપલટ થઈ રહી છે.ભાવનગરની સમસ્યા સફાઈ,રખડતા ઢોર નો ત્રાંસ, ગેરકાયદેસર દબાણ મુખ્ય મુદ્દાઓ પડકાર રૂપ હતા ત્યારે કમિશનર એન.વી.ઉપાધ્યાયના એક એક નિર્ણય નાયક જેવા પુરવાર થઈ રહ્યા છે.

ભાવનગરના ઇતિહાસ માં અચાનક સપ્રાઇજ ચેકીંગ કરી સફાઈ,રખડતા ઢોર ને લઈને કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં કમિશનર સાથે ડેપ્યુટી કમિશનર  એમ.આર. બ્રહ્મભટ્ટ પણ જોડાયા હતા ત્યાર બાદ કોઈએ વિચાર્યુ નો હોય તેમ ગેરકાઈદેશર દબાનો પર  એન.વી.ઉપાધ્યાય નું બુલડોઝર ફરી વળ્યું હતું, અને વિપક્ષ ને પણ વખાણ કરવા પડે તેમ સિંઘમ જેમ વગર પોલીસ પ્રોટેક્શન દબાણ હટાવ જુમબેશ હાથ ધરી હતી.

આ પણ વાંચો:જાહેરમાં બર્થડે પાર્ટી કરતા અટકાવતા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ચાર લોકોની અટકાયત

આ પણ વાંચો:નેશનલ ગેમ્સમાં ગયેલી સુરતની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ, મહેસાણાના ખેલાડીએ બનાવી ગર્ભવતી

આ પણ વાંચો:21મી સદીમાં પણ જીવે છે અંધશ્રદ્ધા, પોરબંદરમાં 2 માસની બાળકીને ભુવાએ દીધા ડામ