Not Set/ લો બોલો!! બિગબોસ-13 માં જીત મળે તે માટે રશ્મિનાં પરિવારે કરાવ્યું હવન

બિગબોસ-13 હવે તેના અંતિમ તબક્કા સુધી પહોંચી ગયુ છે, આ વખતની સીઝનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાને લઇને સીઝનને લંબાવવામાં આવી છે. પરંતુ હવે થોડા દિવસોમાં જ બિગબોસ-13 નો વિજેતા કોણ તે આપણી સમક્ષ હશે. આ વખતે વિનર કોણ બનશે તેના પર પણ લોકોનું ખાસ ધ્યાન છે. જો કે આ ઘરમાં […]

Uncategorized
Rashmi Desai લો બોલો!! બિગબોસ-13 માં જીત મળે તે માટે રશ્મિનાં પરિવારે કરાવ્યું હવન

બિગબોસ-13 હવે તેના અંતિમ તબક્કા સુધી પહોંચી ગયુ છે, આ વખતની સીઝનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાને લઇને સીઝનને લંબાવવામાં આવી છે. પરંતુ હવે થોડા દિવસોમાં જ બિગબોસ-13 નો વિજેતા કોણ તે આપણી સમક્ષ હશે. આ વખતે વિનર કોણ બનશે તેના પર પણ લોકોનું ખાસ ધ્યાન છે.

જો કે આ ઘરમાં ટીવી સીરીયલની દમદાર એક્ટ્રેસ રશ્મિ દેસાઇનાં જીતવાની સંભાવનાઓ વધારે દેખાઇ રહી છે, જેની ફેન ફોલોઇંગ ઘણી છે, આ સાથે તેના પરિવારનાં લોકો પણ તે આ સીઝન જીતીને આવે તેને લઇને હવન કરાવી રહ્યા છે. આ સિવાય તાજેતરમાં રશ્મિની ટીમે તેની જીતની કામના કરતા પૂજા કરાવી હતી, જેમા તેનો પરિવાર શામેલ રહ્યો હતો.

આપને જણાવી દઇએ કે પૂજા પિનકલ સેલિબ્રિટી મેનેજમેન્ટ ઓફિસમાં કરવામાં આવી હતી, જે રશ્મિની ક્લાયન્ટ છે. રશ્મિનાં નજીકનાં મિત્ર અને કંપનીનાં માલિક સંતોષ ગુપ્તાએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું હતું. પૂજામાં રશ્મિનાં ભાભી ગૌરવ દેસાઇ પણ હાજર હતા. આ ઉપરાંત તેની ભાભી રૂપાલ દેસાઇ પણ પૂજા અર્ચના કરવા આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, રૂપલ દેસાઈ શો ના ફેમિલી વીક ટાસ્કમાં તેના બાળકો સ્વસ્તિક અને ભાવ્ય સાથે બિગ બોસમાં પહોંચી હતી. રૂપલ દેસાઈ રશ્મિનાં સગા ભાઈ બુલંદ દેસાઈની પત્ની છે. કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં રશ્મિ દેસાઈનાં ફોટોની સામે હવન કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.