Not Set/ વ્યાપાર/ પૈસાની લેવડ-દેવડનાં નિયમોમાં આ બેન્ક કરવા જઇ રહી છે મોટો ફેરફાર

તાજેતરનાં સમયમાં, સરકાર અને ખાનગી બેન્કોએ ઘણા નિયમોમાં પરિવર્તન કર્યા છે. ડેબિટ કાર્ડ્સ, રોકડ વ્યવહાર વગેરેનાં નિયમોમાં બેન્કોએ ઘણા મોટા ફેરફારો કર્યા છે. આઈસીઆઈસીઆઈ બેન્ક પણ આ જ પ્રકારનો ફેરફાર કરવા જઈ રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક હવે ટ્રાંઝેક્શન ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો તમે આઈસીઆઈસીઆઈ બેન્કનાં ગ્રાહક છો તો તમારા માટે આ નિયમો […]

Business
ICICI Bank 12 વ્યાપાર/ પૈસાની લેવડ-દેવડનાં નિયમોમાં આ બેન્ક કરવા જઇ રહી છે મોટો ફેરફાર

તાજેતરનાં સમયમાં, સરકાર અને ખાનગી બેન્કોએ ઘણા નિયમોમાં પરિવર્તન કર્યા છે. ડેબિટ કાર્ડ્સ, રોકડ વ્યવહાર વગેરેનાં નિયમોમાં બેન્કોએ ઘણા મોટા ફેરફારો કર્યા છે. આઈસીઆઈસીઆઈ બેન્ક પણ આ જ પ્રકારનો ફેરફાર કરવા જઈ રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક હવે ટ્રાંઝેક્શન ચાર્જમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો તમે આઈસીઆઈસીઆઈ બેન્કનાં ગ્રાહક છો તો તમારા માટે આ નિયમો જાણવા મહત્વપૂર્ણ છે.

Image result for icici atm"

આઈસીઆઈસીઆઈ બેન્કે તેની સત્તાવાર વેબસાઇટ પર રોકડ વ્યવહાર અને થાપણ ઉપાડ અંગેની માહિતી અપલોડ કરી છે. નિયમિત ખાતાધારકોને બેન્ક નિશુલ્ક રોકડ ટ્રાંઝેક્શનની મંજૂરી આપે છે. ત્યારબાદ બેન્ક આ મર્યાદાથી વધુનાં વ્યવહારો માટે ગ્રાહક પાસેથી શુલ્ક વસૂલ કરે છે. વિવિધ બેન્કો આ માટે જુદી જુદી રકમ વસૂલે છે. આઈસીઆઈસીઆઈ બેન્કે પણ રોકડ વ્યવહાર સાથે એટીએમ ટ્રાન્ઝેક્શનનાં ચાર્જમાં સુધારો કર્યો છે. બેન્ક ખાતા ધારકોને મહિનામાં પ્રથમ 5 ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. ત્યારબાદ બેન્ક દરેક વ્યવહાર માટે ગ્રાહકો પાસેથી 20 રૂપિયા વસૂલશે. તેમાં રોકડ ઉપાડનો પણ સમાવેશ છે. આ સિવાય, બિન આર્થિક લેવડ-દેવડ માટે બેન્ક કોઈ ફી લેશે નહીં. એટલે કે, બેલેન્સ ચેક, મિની સ્ટેટમેન્ટ અને પિન ચેન્જ વગેરે માટે બેન્ક કોઈ શુલ્ક લેશે નહીં.

Image result for icici bank office counter"

બેન્કે આપેલી માહિતી પ્રમાણે નિયમિત બચત ખાતામાં 4 વખત ફ્રી માં પૈસા જમા અથવા ઉપાડી શકાય છે. ત્યારબાદ ગ્રાહકોએ દરેક વ્યવહાર માટે ચાર્જ ચૂકવવો પડશે. બેન્ક ગ્રાહકો પાસેથી દરેક ટ્રાન્ઝેક્શન માટે 150 રૂપિયા વસૂલશે. જ્યારે, બેન્ક દર મહિને એક ખાતામાંથી 2 લાખ રૂપિયા ઉપાડવા માટે કોઈ ચાર્જ લેશે નહીં. ત્યારબાદ બેન્ક 1 હજાર દીઠ 5 રૂપિયા ચાર્જ લેશે, જે ન્યૂનતમ 150 રૂપિયા થશે. થર્ડ પાર્ટી કેશ ટ્રાન્ઝેક્શનનાં કિસ્સામાં, પ્રતિ ટ્રાન્ઝેક્શનની સ્થિતિમાં 25 હજાર રૂપિયા પ્રતિદિન સુધીનાં ટ્રાજેક્શન પર રૂ. 150 નો પ્રતિ લેવડ-દેવડ ચાર્જ વસૂલવામાં આવશે. જો કે, આ રકમથી વધુનાં વ્યવહારોની મંજૂરી આપવામાં આવશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.