ચીમકી/ પાટણ જિલ્લાની ગૌ શાળામાં સહાય નહિ ચૂકવાય તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પશુધન છોડવાની ચીમકી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગૌમાતા પોષણ યોજનાનો ત્વરિત અમલીકરણ થાય તે માટે ચાલતા આંદોલનના ભાગરૂપે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ગૌ માતા મહાસંમેલન મળ્યું હતું.

Gujarat Others
પ૧ પાટણ જિલ્લાની ગૌ શાળામાં સહાય નહિ ચૂકવાય તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પશુધન છોડવાની ચીમકી

પાટણ જિલ્લાની તમામ ગૌશાળાઓના સંચાલકોને સરકાર દ્વારા જાહેર કરાયેલ 500 કરોડની સહાય ચૂકવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તા. 22 સપ્ટેમ્બર સુધીમાં સહાય ચૂકવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાટણ કલેક્ટર કચેરી ખાતે પશુધન છોડી તેની સંપૂર્ણ નિભાવણીની જવાબદારી તંત્રની રહેવાની ચિમકી પણ પાંજરાપોળ ગૌશાળા સંઘ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

bjp 14 પાટણ જિલ્લાની ગૌ શાળામાં સહાય નહિ ચૂકવાય તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પશુધન છોડવાની ચીમકી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગૌમાતા પોષણ યોજનાનો ત્વરિત અમલીકરણ થાય તે માટે ચાલતા આંદોલનના ભાગરૂપે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ગૌ માતા મહાસંમેલન મળ્યું હતું. જેમાં સાધુ-સંતો, ગૌ શાળા પાંજરાપોળના સંચાલકો, વહીવટદારો, જીવદયા પ્રેમીઓ અને સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત રહેલા ત્યારે આ સંમેલનમાં સાધુ-સંતો, સંચાલકો અને ગૌભક્તો દ્વારા કરવામાં આવેલા નિર્ણય મુજબ ગૌ માતાના અધિકાર માટે રાધનપુરમાં સ્વયંભુ બંધ પાળ્યું હતું.

સરકાર દ્વારા તા. 22 સપ્ટેમ્બર સુધીમાં ગૌ માતા પોષણ યોજનાનો અમલ નહીં કરે તો તમામ ગૌશાળા, પાંજરાપોળના તમામ ગૌ વંશ અને અન્ય પશુઓને છુટા છોડી મુકશે અને તમામ સંસ્થાની ચાવીઓ અને વહીવટ સરકારને સુપ્રત કરશે. તેમજ છોડી મૂકવામાં આવેલી ગૌવંશના નિભાવની તમામ જવાબદારી સરાકારની રહેશે. તેવું પાટણ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંઘ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું.

રાજકીય અખાડો / પાટીદારોનું ‘પાસ’ શોધે છે, રાજકીય પક્ષનો ‘સાથ’, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને પણ ટિકિટો તો જોઈએ જ છે, ટેકો આપશે કોણ?