Crime/ ફતેવાડીમાં જાહેરમાં યુવકને છરી બતાવી લૂંટી લેવાયો, R15 બાઈક લઈને આવેલા ઈસમો રોકડ અને ફોન લઈને ફરાર

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ અમદાવાદમાં અસામાજીક તત્વોનાં આતંકથી વખણાતા સરખેજ જુહાપુરામાં એક યુવકને જાહેરમાં લૂંટી લેવાયો છે.આ મામલે યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા નવીનભાઈ ડામોર કે જેઓ ફતેવાડી કેનાલમાં રેતીના ટેક્ટર ભરવાનું કામકાજ કરે છે તેઓ શુક્રવારના દિવસે સાંજે સાત […]

Ahmedabad Gujarat
d655e471 fbc5 4337 ad2d 4801933f1ade ફતેવાડીમાં જાહેરમાં યુવકને છરી બતાવી લૂંટી લેવાયો, R15 બાઈક લઈને આવેલા ઈસમો રોકડ અને ફોન લઈને ફરાર

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

અમદાવાદમાં અસામાજીક તત્વોનાં આતંકથી વખણાતા સરખેજ જુહાપુરામાં એક યુવકને જાહેરમાં લૂંટી લેવાયો છે.આ મામલે યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતા નવીનભાઈ ડામોર કે જેઓ ફતેવાડી કેનાલમાં રેતીના ટેક્ટર ભરવાનું કામકાજ કરે છે તેઓ શુક્રવારના દિવસે સાંજે સાત વાગ્યાની આસપાસ પોતાના ભાઈ ગોવિંદ તેમજ કાકાના દીકરા રાકેશ સાથે ફતેવાડી કેનાલ ખાતેથી મજૂરી કામ પતાવી ચાલતા ઘરે જતા હતા. તે દરમિયાન સિદ્દીકનગર સોસાયટી ફતેવાડી પાસે પહોંચતા 20 થી 25 વર્ષની ઉંમરના ચાર અજાણ્યા ઇસમો બે R15 બાઈક લઈને આવ્યા હતા. જે ચાર ઈસમોએ આ ત્રણે ભાઇઓને ઉભા રાખી એક યુવકે નવીન ડામોરની ફેંટ પકડી તેની પાસે જે પણ હોય તે આપી દેવાનું કહ્યું હતું અને તે સમયે નવીન ડામોરના પિતરાઇ ભાઇને ભય લાગતા તે જતો રહ્યો હતો. જોકે નવીન ડામોરે આ યુવકોને પોતે મજૂરી કરીને આવ્યા હોય તેઓની પાસે કશું નથી, તેવું કહેતા ત્રણ ઈસમોએ નવીન ડામોરના તેમજ તેના ભાઈના ખીસ્સા ચેક કર્યા હતા.

જેમાં યુવકના પેન્ટના ખિસ્સામાંથી મજૂરીના કામ કરીને રાખેલા 5200 રૂપિયા હતા. જેથી યુવકે ખિસ્સામાં હાથ નાખી પૈસા કાઢવાનો પ્રયત્ન કર્યો, ત્યારે યુવતીએ પેન્ટનો ખિસ્સો પકડી રાખતા પૈસા કાઢવા ન દેતા યુવકે પોતાના કમરના ભાગે રાખેલી છરી કાઢી હતી અને યુવકને બતાવી હતી. અંતે યુવકે ડરીને ખીસ્સુ છોડી દેતા આરોપીઓએ તેની પાસેના 5200 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ યુવકના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન લૂંટી ચારેય ઈસમો પોતાની પાસે રહેલી બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા….

આ મામલે યુવકે વેજલપુર પોલીસ સ્ટેશનમાં 4 ઈસમો સામે લૂંટની ફરિયાદ દાખલ થતાં પોલીસે આસપાસના સીસીટીવી સહિતની વિગતો મેળવી R 15 બાઈક લઈને આવેલા ચાર ઈસમો સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…