રાજકોટ/ સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી આવી સામે, કાળઝાળ ગરમીમાં દર્દીઓ ઘરેથી પંખા અને કુલર લઇને આવ્યા

સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી. કાળઝાળ ગરમીથી ત્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાં પણ વધુ હેરાનપરેશાન થઈ રહ્યા છે.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 2024 05 25T142903.043 સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી આવી સામે, કાળઝાળ ગરમીમાં દર્દીઓ ઘરેથી પંખા અને કુલર લઇને આવ્યા

રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી સામે આવી. કાળઝાળ ગરમીથી ત્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાં પણ વધુ હેરાનપરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓના જેટલા બેડ છે તેટલા પંખા નથી. બીમારીમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ ગરમીના કારણે વધુ મુશ્કેલી ભોગવી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ અંગદઝાડતી ગરમીથી રાહત મેળવવા પોતાના ઘરેથી જ પંખા અને કુલર લઈને આવ્યા.

સિવિલમાં ગરમીથી ત્રાહિમામ થતા લોકો સુવિધાના અભાવે વધુ ત્રસ્ત થયા છે. સિવિલ હોસ્પિટલમાં ગરમીનો પારો વધતા દર્દીઓની સંખ્યા પણ વધી છે. ગરમીમાં હિટ સ્ટ્રોકના કારણે ખેંચ આવવા અને ચક્કર આવવાના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે બીમારીનો ઉપચાર કરવાવા લોકો હોસ્પિટલ જાય છે. પરંતુ હોસ્પિટલમાં પણ લાલિયાવાડીના દૃશ્યો જોવા મળ્યો. સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓની લાંબી લાઈન જોવા મળી. ઉપચાર કરાવવા દાખલ થયેલા દર્દીઓ ગરમીથી રાહત મેળવવા ઘરેથી પંખા અને કુલર લાવવા મજબૂર બન્યા.

હોસ્પિટલમાં એકબાજુ મોટા ઓફિસર અને ડોક્ટર માટે ACની વ્યવસ્થા છે. જ્યારે દર્દીઓને સુવિધા આપતા સાધનો બહુ ઓછા છે. ખાસ કરીને જ્યારે આ વર્ષની ગરમીએ અત્યાર સુધીના તમા મ રેકોર્ડ તોડ્યો છે. ત્યારે લોકોને અસર કરતી આ ગરમીમાં દર્દીઓ માટે સામાન્ય પંખાની સુવિધા પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. જેના કારણે દર્દીઓ મજબૂરીમાં આવા સંસાધનો ઘરેથી લાવી રહ્યા છે. શહેરમાં લૂ લાગવાથી બે વ્યક્તિના મોત થયા છે જ્યારે સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 20થી વધુ વ્યક્તિના ગરમીના કારણે મોત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ