Not Set/ ભવિષ્યમાં GDPનું કોઈ મહત્વ રહેશે નહીં, ટકાઉ આર્થિક વિકાસ મહત્વપૂર્ણ : ભાજપ સાંસદ દુબે

સંસદના ચાલુ સત્રમાં અપેક્ષા મુજબ આર્થિક મંદી અંગે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. વિપક્ષો દ્વારા આર્થિક મામલે સતત સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. અને તેમાં પણ GDPમાં ઘટાડો નોંધવામાં આવતે, હાલ સરકાર વિપક્ષ તો, ઠીક છે, પોતાનાં સાંસદોથી પણ પરેશાન છે. GDPનાં ઘટાડા પછી હાલના સત્રમાં સરકાર ભારે ચર્ચામાં છે. દરમિયાન, ઝારખંડમાં ગોદડાથી ભાજપના સાંસદ નિશીકાંત […]

Top Stories India
nishikant dube bjp ભવિષ્યમાં GDPનું કોઈ મહત્વ રહેશે નહીં, ટકાઉ આર્થિક વિકાસ મહત્વપૂર્ણ : ભાજપ સાંસદ દુબે

સંસદના ચાલુ સત્રમાં અપેક્ષા મુજબ આર્થિક મંદી અંગે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. વિપક્ષો દ્વારા આર્થિક મામલે સતત સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે. અને તેમાં પણ GDPમાં ઘટાડો નોંધવામાં આવતે, હાલ સરકાર વિપક્ષ તો, ઠીક છે, પોતાનાં સાંસદોથી પણ પરેશાન છે. GDPનાં ઘટાડા પછી હાલના સત્રમાં સરકાર ભારે ચર્ચામાં છે. દરમિયાન, ઝારખંડમાં ગોદડાથી ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું છે કે, જીડીપી 1934 માં આવ્યો, પહેલા કોઇ GDP હતો નહીં.  ફક્ત GDPને બાઇબલ, રામાયણ કે મહાભારત માનલેવું સત્ય નથી. ભવિષ્યમાં GDPનો કોઈ અતી મહત્વનો ઉપયોગ નહીં હોય .

લોકસભામાં ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ વધુંમાં કહ્યું છે કે, આજની નવી થિયરી છે કે, આમ સરેસાર માણસનો ટકાઉ આર્થિક વિકાસ થઇ રહ્યો છે કે નહીં. GDPથી વધુ મહત્વ પૂર્ણ છે કે, ટકાઉ વિકાસ. ભલુ થઇ રહ્યું છે કે નહીં.

અગાઉ, કોર્પોરેટ ટેક્સ ઘટાડા અંગે વાત કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, યુએસ અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને ધ્યાનમાં રાખીને, ઘણા કોર્પોરેટ અને મલ્ટિનેશનલ કંપનીઓ ચીનમાંથી બહાર નીકળી જશે તેવા સંકેતો જોતાં, અમે ઝડપથી કોર્પોરેટ ટેક્સમાં કાપો મુક્યો છે.’ તો ભાજપનાં જ સાંસદ અને અર્થશાસ્ત્રી એવા આખાબોલા સુબ્રહ્મણીયમ સ્વામી દ્વારા પણ આર્થિક મામલે ખુદ સરકાર પર જ નીશાન તાકી દેવામાં આવ્યું હતું.

આમ તમામ તરફે આર્થિક મામલે ઘેરાયેલી મોદી સરકાર પર વિપક્ષ તો વાર કરી જ રહ્યા છે પણ બહુબાલકાની છાપ ઘરાવતી ભાજપ અને તેના નેતા પણ કોઇને કોઇ પ્રકારે સરકારની મુશ્કેલીઓ વઘારતા જોવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.