Not Set/ વડોદરા/ 5 વર્ષથી બંધ ટોલનાકું વાહન ચાલકો માટે માથાના દુખાવારૂપ, છતાંય દુર કરવામાં તંત્ર ઉદાસીન

વડોદરામાં છેલ્લાં 5 વર્ષથી બંધ પડેલું એક ટોલનાકું વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયું છે.  પાલિકા આ ટોલનાકાનું બાંધકામ દુર નથી કરી રહ્યું. પરિણામે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ તો વેઠવી પડી જ રહી છે સાથે તંત્રને પણ રોડ રસ્તા પહોળાં કરવામાં પણ મોટું નડતર ઉભું થઇ રહ્યું છે. અમદાવાદથી વડોદરામાં પ્રવેશતાં જુનાં નેશનલ હાઇવે પર છાણી […]

Gujarat Vadodara
VMC વડોદરા/ 5 વર્ષથી બંધ ટોલનાકું વાહન ચાલકો માટે માથાના દુખાવારૂપ, છતાંય દુર કરવામાં તંત્ર ઉદાસીન

વડોદરામાં છેલ્લાં 5 વર્ષથી બંધ પડેલું એક ટોલનાકું વાહનચાલકો માટે માથાનો દુઃખાવો બની ગયું છે.  પાલિકા આ ટોલનાકાનું બાંધકામ દુર નથી કરી રહ્યું. પરિણામે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ તો વેઠવી પડી જ રહી છે સાથે તંત્રને પણ રોડ રસ્તા પહોળાં કરવામાં પણ મોટું નડતર ઉભું થઇ રહ્યું છે.

અમદાવાદથી વડોદરામાં પ્રવેશતાં જુનાં નેશનલ હાઇવે પર છાણી ગામ પાસે શોભાનાં ગાંઠિયાની જેમ ઊભેલાં ટોલનાકાનું આ સ્ટ્રક્ચર અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. અમદાવાદથી આણંદ થઇ વડોદરામાં પ્રવેશતાં હજારો વાહનચાલકો અહીંથી જ પસાર થાય છે. જેમને અનેક મુશ્કેલી નડી રહી છે. વાસ્તવમાં છાણીનાં આ ટોલનાકાની સમયમર્યાદા વર્ષોથી પુરી થઇ ગઇ છે અને છેલ્લાં લગભગ પાંચ વર્ષ ઉપરાંતથી અહીંયા ટોલટેક્ષ પણ નથી લેવાઇ રહ્યો. તેમ છતાં તેનું સ્ટ્રક્ચર ઉપયોગ વગર જ ઉભું છે અને વાહનચાલકોને નડતરરૂપ બની રહ્યું છે.

ટોલનાકું હોય એટલે સ્પીડબ્રેકર પણ હોવાનાં, છાણી ખાતેનાં આ બંધ થઇ ગયેલાં ટોલનાકે પણ સંખ્યાબંધ ગતિ અવરોધકો છે. જેને કારણે વાહનચાલકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં એક વર્ષથી માર્ગ અને મકાન વિભાગે પણ આ બાંધકામ દુર કરવાની પરવાનગી આપી દીધી છે છતાં પાલિકાનાં સત્તાધીશો તેને તોડવામાં આળસ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.