ધારી/ ભાજપનો મોટો રાજકીય ખેલ, યુવક કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો..

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ના અધ્યક્ષ સ્થાને બગસરાના ભાડેર ગામના nsui ના યુવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યાં હતા.

Gujarat Others
modi 11 ભાજપનો મોટો રાજકીય ખેલ, યુવક કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો..

ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીનો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે હજુ પણ સ્થાનિક લેવલે તોડજોડ ની રણનીતિ ચાલી રહી છે. આજે ધરી વિધાનસભા વિસ્તારમાં NSUI ના ૨૦૦ જેટલા યુવાનોએ કેસરિયો ધારણ કર્યો હતો.  ધારી વેકરીયા પરામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજાયું હતું. જેમાં સરકારની વિકાસ લક્ષિ વાતો કરાઈ અને બગસરા nsui ના યુવાનોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.

ધારી વિધાનસભા પેટા ચૂંટણી નો પ્રચાર પ્રસાર હવે ચરમસીમા એ છે. ધારીની સીટ ભાજપ કબજે કરવા નેતાઓ ની ફોજ ઉતારી છે ત્યારે આજે ધારીના વેકરીયા પરામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ના અધ્યક્ષ સ્થાને વિશાળ કાર્યકરોને સંબોધ્યા હતા. જેમાં ઉમેદવાર જેવી કાકડિયા એ વિકાસની વાતો સાથે રહી કમળને જીતાડવા અપીલ કરી હતી.  બગસરાના ભાડેર ગામના nsui ના યુવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યાં હતા. તે તમામ ને  મનસુખ માંડવીયા એ ભગવો પહેરાવી આવકાર્યા હતા. મનસુખ માંડવીયાએ  મોદીની વિકાસ યાત્રાની વાતો કરી હતી. કોંગ્રેસ ની આકરી ઝાટકણી કાઢી હતી.