સ્વયંભુ બંધ/ ગુજરાતમાં મહિનાના શનિ-રવિ પાનનાં ગલ્લાં બંધ

 આગામી મહિના સુધી શનિવાર અને રવિવાર સુધી સ્વૈચ્છિકે ગલ્લાં-દુકાન બંધ રખાશે.

Gujarat
ppp ગુજરાતમાં મહિનાના શનિ-રવિ પાનનાં ગલ્લાં બંધ

રાજ્યના ઘણાબધા શહેરોમાં સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયજનક છે. પ્રતિદિન કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે. ગુજરાતમાં વેપારીઓ સ્વૈચ્છિકે લોકડાઉન લગાવી રહ્યા છે.

રાજયમાં ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેની ચેઇન તોડવા માટે રાજ્યના ઘણાબધા શહેરોમાં સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. ત્યારે ગુજરાતના પાન-મસાલા શોપના ઓનર્સ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાન-મસાલાની દુકાનો આગામી મહિના સુધી દર શનિ-રવિ સ્વયંભૂલોકડાઉન પાળશે.

પાન-મસાલા ગલ્લાંનાં માલિકો શનિવાર અને રવિવાર સુધી સ્વૈચ્છિકે દુકાન બંધ રખાશે

પાન-મસાલા ઓનર્સ એસોસિએશને રાજયાના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે પાન-મસાલા ગલ્લાંનાં માલિકો દ્વારા આગામી મહિના સુધી શનિવાર અને રવિવાર સુધી સ્વૈચ્છિકે ગલ્લાં-દુકાન બંધ રખાશે.

ઘણાબધા શહેરોમાં વહેલા બજારો બંધ કરીને કોરોના સામે લડત આપી રહ્યા છે

રાજ્યમાં જે રફતારે કેસો વધી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને વેપારીઓ સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. ઘણાબધા શહેરોમાં વહેલા બજારો બંધ કરીને કોરોના સામે લડત આપી રહ્યા છે. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સે શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખશે. આ નિર્ણયમાં 28થી30 એસોસિએશન જોડાયા છે .

હવે સરકારની સાથે સાથે લોકો પણ કોરોનાના કપરા સમયને પરાજય કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.