ગમખ્વાર અકસ્માત/ હિમાચલમાં બસ ખીણમાં ખાબકતા 7 લોકોના ઘટનાસ્થળે મોત,10ની હાલત અતિ ગંભીર

તમામ ઈજાગ્રસ્તોને ખીણમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની તપાસ અને સારવાર માટે ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે.

Top Stories India

હિમાચલના કુલ્લુમાં રવિવારે મોડી રાત્રે એક પહાડી પર ચઢતી વખતે એક બસ અચાનક કાબૂ બહાર થઇ ગઈ અને જોત જોતામાં તે પલટી ગઈ અને ખીણમાં પડતા બસના ડ્રાઈવર સહિત કુલ 17 લોકો સવાર હતા. જેમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના દસ લોકોને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું. આ અકસ્માત રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ થયો હતો.

કુલ્લુના ડેપ્યુટી કમિશનર આશુતોષ ગર્ગે જણાવ્યું કે આ દુર્ઘટનાનો અંતિમ અહેવાલ આવવાનો બાકી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીની માહિતી અનુસાર, રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે, 17 મુસાફરોને લઈને એક બસ પહાડી પર ચઢી રહી હતી. બસ લગભગ આખું ચઢાણ ચડી ચૂકી હતી કે અચાનક ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ગઇ અને સીધી ઉંડી ખીણમાં પડી. તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ રાહત ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

હાલ તમામ ઈજાગ્રસ્તોને ખીણમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમની તપાસ અને સારવાર માટે ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે. જો કે તમામ ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કેટલાક ઘાયલોને ICUમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઘણા ઘાયલોની હાલત ઓપરેશનમાં છે. બીજી તરફ એસપી ગુરદેવ સિંહે જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ સાત લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બાકીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ બસમાં ડ્રાઈવર સહિત કુલ 17 લોકો સવાર હતા.