Not Set/ ભારતમાં કોરોનાની સ્થિતિને લઇને WHO ચિંતિત, સૌમ્યા સ્વામીનાથને કહ્યુ- કોવિડ-19 નાં સાંચા આંકડા બતાવવા જરૂરી

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠનનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ભારતની કથળતી હાલત પર ચિંતા વ્યક્ત કરી છે અને એમ પણ કહ્યું હતું કે ભારત સરકારે યોગ્ય કોરોના આંકડા જાહેર કરવા જોઈએ.

Top Stories World
123 211 ભારતમાં કોરોનાની સ્થિતિને લઇને WHO ચિંતિત, સૌમ્યા સ્વામીનાથને કહ્યુ- કોવિડ-19 નાં સાંચા આંકડા બતાવવા જરૂરી

દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠનનાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ભારતની કથળતી હાલત પર ચિંતા વ્યક્ત કરી છે અને એમ પણ કહ્યું હતું કે ભારત સરકારે યોગ્ય કોરોના આંકડા જાહેર કરવા જોઈએ. એએનઆઈને આપેલા ઇન્ટરવ્યુંમાં સ્વામીનાથને કહ્યું કે ભારતની પરિસ્થિતિ જોતાં, આરોગ્ય મેટ્રિક્સ અને મૂલ્યાંકન સંસ્થા (IHME) એ 2021 નાં ​ઓગસ્ટ સુધીમાં 1 મિલિયન લોકોનાં મોતનો અંદાજ લગાવ્યો છે, જે પરેશાન કરે તેવો છે.

સંકટમાં મદદ / ટ્વિટરે ભારતમાં આવેલી કોરોના મુશ્કેલી સામે લડવા 110 કરોડનું કર્યુ દાન

સ્વામીનાથને કહ્યું કે, કોરોનાની બીજી લહેરે ભારત અને દક્ષિણ એશિયાનાં અન્ય દેશોમાં કેર વર્સાવ્યો છે, પરંતુ આ બધા દેશોએ કોરોનાનાં સાચા આંકડા રજૂ કર્યા નથી, જે યોગ્ય નથી, આ બધાને કેસનાં સાચા આંકડા લોકોની સામે રજૂ કરવા જોઈએ, જેથી યોગ્ય આકારણી અને સંશોધન થઈ શકે. વળી સૌમ્યા સ્વામીનાથને પુનરોચ્ચાર કર્યો કે આ સમયે ભારતમાં થયેલા કોરોનાનો જબરદસ્ત વિસ્ફોટ એ નવા વેરિઅન્ટનાં કારણે છે. નવું વેરિઅન્ટ પહેલા કરતાં વધુ ફેલાયેલો અને જોખમી છે અને આને કારણે પરિસ્થિતિ કથળી છે. તેમણે કહ્યું કે, આ જીવલેણ વેરિઅન્ટને ટાળવાનો એકમાત્ર રસ્તો રસીકરણ છે. તેમણે જણાવ્યું હતું કે, આ કોરોનાનાં કેરને માત્ર રસીકરણ અભિયાન દ્વારા નિયંત્રિત કરી શકાય છે. નોંધનીય છે કે WHO એ કોરોનાનાં ભારતીય વેરિઅન્ટ(બી-1617) ને વૈશ્વિક સ્તરને ‘ચિંતાજનક સ્વરૂપ’ ની શ્રેણીમાં મૂક્યું છે.

રસીકરણ / અમેરિકામાં 12-15 વર્ષનાં બાળકોને આપવામાં આવશે કોરોના વેક્સિન

નોંધનીય છે કે, સ્વામીનાથન પહેલા WHO નાં ટેકનિકલ ટીમનાં સભ્ય ડો.મારીયા વૈન કેરખોવે પણ સોમવારે કહ્યું હતું કે, ભારતમાં વાયરસનું સ્વરૂપ, બી.1617 ખૂબ જીવલેણ છે, જેને આપણે ‘ચિંતાજનક સ્વરૂપ’ અંદર રાખેલ છે. અને અમે આ અંગે સંશોધન કરી રહ્યા છીએ. વૈશ્વિક સ્તરે પણ તેની ચર્ચા થવી જોઈએ. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનાં કારણે હાહાકાર મચી જવા પામ્યો છે, બીજી લહેરે સાબિત કર્યું છે કે, SARS-CoV-2 નાં દરેક નવા સ્ટ્રેન પાછલા સ્ટ્રેનની તુલનામાં વધુ જીવલેણ છે કારણ કે તેનાથી પીડાતા દર્દીને તે ખબર જ હોતી નથી કે તે કોરોના સંક્રમિત થઇ ગયા છે અને આ બાબતમાં દર્દીનો આખો પરિવાર સંક્રમણની પકડમાં આવી રહ્યો છે.

sago str 9 ભારતમાં કોરોનાની સ્થિતિને લઇને WHO ચિંતિત, સૌમ્યા સ્વામીનાથને કહ્યુ- કોવિડ-19 નાં સાંચા આંકડા બતાવવા જરૂરી