Crime/ જમાલપુરમાં મહિલાએ તેના પતિ સહિત 3 સામે નોંધાવી ત્રીપલ તલાકની ફરિયાદ

@ભાવેશ રાજપૂત , મંતવ્ય ન્યુઝ , અમદાવાદ અમદાવાદનાં જમાલપુર સિંધીવાડમાં રહેતી 41 વર્ષીય નેહા બાનુ ( નામ બદલેલ છે.) શેખ નામની મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી 20 વર્ષ પહેલા તેનાં લગ્ન મોહમદ ઈલ્યાસ સાથે સમાજનાં રીતરિવાજ મુજબ થયા હતા. વર્ષ 2001 માં મહિલાની માતા સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા તે […]

Ahmedabad Gujarat
@ભાવેશ રાજપૂત , મંતવ્ય ન્યુઝ , અમદાવાદ

અમદાવાદનાં જમાલપુર સિંધીવાડમાં રહેતી 41 વર્ષીય નેહા બાનુ ( નામ બદલેલ છે.) શેખ નામની મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી 20 વર્ષ પહેલા તેનાં લગ્ન મોહમદ ઈલ્યાસ સાથે સમાજનાં રીતરિવાજ મુજબ થયા હતા. વર્ષ 2001 માં મહિલાની માતા સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા તે સમયે ચાલુ ફરજે તેઓનું મોત થતા તેમની દિકરી રેશમાને પટ્ટાવાળા તરીકે તે શાળામાં નોકરી મળી હતી. 2008માં મહિલાની દિકરીની તબીયત સારી ન રહેતા મહિલાએ નોકરી છોડી દીધી હતી. નોકરીનાં પૈસાથી મહિલાએ મકાન બનાવ્યુ હતુ. જો કે નોકરી છોડી દેતા પતિ દ્વારા નાની નાની વાતોમાં ઝધડા કરવાનું શરૂ કરાયુ હતુ. મહિલાનાં જેઠ પણ આવીને પતિને ચઢામણી કરી મહિલાના પિતા પાસેથી પૈસા મંગાવાનુ અને તેમની મિલ્કતમાં ભાગ લેવાનું જણાવતો હતો.

 

મહિલાનો પતિ તેને વારંવાર મહિલા સાથે ઝધડો કરતો હતો. મહિલા ઘર ખર્ચ માટે પૈસા માગંતી ત્યારે પર પતિ પૈસા પિયરમાંથી લાવાનુ જણાવતો હતો.અંતે 5 ડિસેમ્બર 2019 નાં રોજ મહિલાનાં પતિએ દિકરીની હાજરીમાં તલાક તલાક કહીને મહિલાને ઘરમાંથી બહાર નિકળી જવાનું કહીને મારઝૂડ કરી જાનથી મારી નાખવાની અને પોતે પણ મરી જવાની ધમકી આપી હતી. જે બાદ મહિલા મકાનની નીચેના માળે પોતાની દિકરીઓ સાથે રહેતી હતી ત્યારે તેના ફોઈ સાસુ આવીને પતિને ચઢામણી કરતા હોવાથી અંતે મહિલાએ આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પતિ સહિત જેઠ અને ફોઈ સાસુ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મુસ્લીમ મહિલા અધિનિયમ, 2019 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…