ગુજરાત/ જામનગરમાં શખ્સે ગુમાવ્યો સ્ટેરિંગ પરથી કાબુ, ઘરમાં ઘુસી કાર

જામનગરમાં એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ કાર જામનગરનાં શરૂ સેક્શન રોડ પર આવેલા એક ઘરમાં ઘુસી ગઇ હતી.

Gujarat Others
11 207 જામનગરમાં શખ્સે ગુમાવ્યો સ્ટેરિંગ પરથી કાબુ, ઘરમાં ઘુસી કાર
  • જામનગરમાં ઘરમાં ઘુસી કાર
  • શરૂ સેક્શન રોડ પર ઘરમાં ઘુસી કાર
  • સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઘરમાં ઘુસી કાર
  • કારચાલક કાર મુકી ફરાર
  • ગત સાંજે બની હતી ઘટના

જામનગરમાં એક કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ કાર જામનગરનાં શરૂ સેક્શન રોડ પર આવેલા એક ઘરમાં ઘુસી ગઇ હતી. આ સમગ્ર ઘટના ત્યા સ્થિત એક CCTV માં કેપ્ચર થઇ ગઇ હતી.

આ પણ વાંચો – Political / કૃષિ કાયદાનાં વિરોધમાં આજે ભારત બંધનું એલાન, રાહુલ ગાંધીએે ટ્વીટ કરી કર્યુ સમર્થન

આપને જણાવી દઇએ કે, જામનગર શહેરમાં ઘણા એવા લોકો પણ છે કેે જેઓ એક વાર કાર હાથમાં આવે તો પોતાને જાણે જેમ્સ બોન્ડ સમજી જાય છે અને એવી રીતે કાર ચલાવે છે કે જેના કારણે લોકોમાં ભયનો માહોલ પૈદા થઇ જાય છે. ઘણા એવા હોય છે કે જેઓ રસ્તા પર કોઈ છે જ નહિ તે રીતે બેફામ કાર ચલાવે છે પછી ભલેને કોઈનો જીવ જાય કે કોઈને નુકસાન થાય. રવિવારે આવી જ એક ઘટના જામનગરનાં શરુ સેક્શન રોડ માહી ડેરીની સામેનાં ભાગે બની હતી. જ્યાં હાથમાં સ્ટેરિંગ આવી ગયા બાદ કાર ચાલકે એવું લીવર દબાવ્યું કે કોઈનાં ઘરમાં કાર ઘુસાડી દીધી. આ સમગ્ર ઘટના ત્યા સ્થિત એક CCTV માં કૈદ થઇ ગઇ હતી. એક સમયે તો કાર ઘરમાં ઘુસી જતા અફરાતફરી સર્જાઈ હતી. વીડિયો જોતા લાગી રહ્યુ છે કે આ ઘરનાં માલિકને મોટુ નુકસાન થયુ હશે.

આ પણ વાંચો – વરસાદ / રાજ્યમાં આગામી દિવસોમાં મેઘો કરી શકે છે તાંડવ, આ જિલ્લાઓમાં પડશે વરસાદ

વળી, આ કાર ચાલક ઘરની દિવાલ પર તૂટી જતા ડરી ગયો હતો અને ત્યાથી નાસી છુટ્યો હતો. વાહનચાલક કોણ અને તેની સામે થયેલ કાર્યવાહી અંગેની વિગતો હજુ સુધી જાહેર થઇ નથી.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…