ગુજરાત/ જૂનાગઢમાં ફોનવાલા મોબાઇલ શો-રૂમમાંથી થયેલ 15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શહેરના એમ.જી.રોડ પર આવેલ ફોન વાલા નામની મોબાઇલની દુકાન માંથી મોબાઈલ, ચાર્જર, હેન્ડ્સ ફ્રી, બ્લ્યુટૂથ તથા રોકડા મળી કુલ 14,97,843 ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ થવા પામી હતી

Gujarat
Untitled 8 9 જૂનાગઢમાં ફોનવાલા મોબાઇલ શો-રૂમમાંથી થયેલ 15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

રાજયમાં દિવસેને દિવસે આગ, લૂંટ ના કેસો વધતાં જોવા મળી રહ્યા છે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જુનાગઢમાં એમ.જી. રોડ પર આવેલા ફોનવાલા મોબાઇલ શો-રૂમમાંથી તસ્કરોએ 49 મોબાઇલ સહિત કુલ રૂ. 14.97 લાખના મતાનો હાથ ફેરો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે સીસી ટીવીના આધારે ચાદરધારી ગેંગને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે . ત્યારે જૂનાગઢ એલસીબીએ જૂનાગઢની મોબાઈલની દુકાનમાંથી થયેલ રૂ. 14.97 લાખના ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી, બિહારની ચાદર ગેંગના 7 શખસોને ઝબ્બે કરી 17.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ સાથે આ ચાદર ગેંગ દ્વારા કરવામાં આવેલ 4 અન્ય ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.

આ  પણ વાંચો ;શેરબજાર / શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 764 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ફરી 17200 ની નીચે ગબડ્યો

મળતી માહિતી મુજબજૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શહેરના એમ.જી.રોડ પર આવેલ ફોન વાલા નામની મોબાઇલની દુકાન માંથી મોબાઈલ, ચાર્જર, હેન્ડ્સ ફ્રી, બ્લ્યુટૂથ તથા રોકડા મળી કુલ 14,97,843 ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ થવા પામી હતી. જે અંગે જિલ્લા પોલીસ વડાની સૂચના અને જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એલસીબીએ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો ;રાજકોટ / જામનગર બાદ હવે રાજકોટમાં પણ ઓમિક્રોન વેરિએંટના પગપેસારાની આશંકા

દરમિયાન જૂનાગઢ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઇ. ભાટી, પીએસઆઈ. ડી.જી. બળવા અને સ્ટાફને બાતમી મળી હતી કે, આ ચોરીમાં બિહારની ચાદર ગેંગના 7 સભ્યો સંડોવાયેલા છે અને તે પૈકીના પ શખ્સો અમદાવાદના નારોલ વિસ્તારમાં રહે છે, જેથી જૂનાગઢ એલસીબી અમદાવાદના નારોલ વિસ્તારમાં ત્રાટકી હતી અને ત્યાંથી ગેંગના પ શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે અન્ય 2 શખ્સો ભાવનગર હોવાની જાણ મળતાં આ બન્ને શખ્સોને પણ ભાવનગરથી પકડી લેવાયા હતા.