Corona/ કોરોના ખતમ માત્ર 48 કલાકમાં, ભારતમાં લૉન્ચ થયો નેઝલ સ્પ્રે

કોરોનાની સારવાર માટે નાકમાં કરવામાં આવતો નેઝલ સ્પ્રે લોન્ચ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, નાકમાં સ્પ્રે કર્યાના 48 કલાકમાં કોરોના વાયરસ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

Top Stories India
નેઝલ સ્પ્રે

દેશમાં કોરોનાનો ખાતમો કરવા વધુ એક શસ્ત્ર આવી ગયું છે. જેમાં કોરોનાની સારવાર માટે નાકમાં કરવામાં આવતો નેઝલ સ્પ્રે લોન્ચ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવે છે કે, નાકમાં સ્પ્રે કર્યાના 48 કલાકમાં કોરોના વાયરસ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.દેશી કંપની ગ્લેનમાર્ક ફાર્માએ કેનેડિયન બાયોટેક ફર્મ SaNOtize ના સહયોગથી આ નેઝલ સ્પ્રે લોન્ચ કર્યો છે. આ નેઝલ સ્પ્રેનું નામ Fabispray છે. આ નેઝલ સ્પ્રે કરવામાં આવતી દવા Niteic Oxide આધારિત છે.

 આ પણ વાંચો:હિમાચલ પ્રદેશમાં હવે નાઇટ કર્ફ્યુ નહીં, લગ્ન સહિત અન્ય સમારોહમાં પણ છૂટછાટ

આ સ્પ્રેનો ઉપયોગ 18 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ કરી શકે છે જેમને કોરોના થયો છે. કંપનીએ આ સ્પ્રે લોન્ચ કરતા પહેલા ભારતની 20 હોસ્પિટલોમાં 306 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. કંપનીના નિવેદન અનુસાર ટ્રાયલના ત્રીજા તબક્કામાં જાણવા મળ્યું કે, આ સ્પ્રેના ઉપયોગથી 24 કલાકની અંદર વાયરસનો ભાર 94 % ઓછો થઈ જાય છે. ત્યારે વાયરલ લોડ 48 કલાકમાં 99 % ઘટે છે. એટલે કે, કોરોના વાયરસ નબળો પડી જાય છે અને તે શ્વસન માર્ગમાં જ બેઅસર થઈ જાય છે.

Fabispray ભારતમાં 850 રૂપિયામાં ઉપલબ્ધ થશે. કંપનીના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમિત દર્દી માટે કોરોના વાયરસ નેઝલ સ્પ્રેની એક બોટલ પૂરતી હશે. જોકે આ સ્પ્રે પ્રિસ્ક્રિપ્શન પર જ ઉપલબ્ધ હશે. એટલે કે, ડૉક્ટર આ દવા વિશે લખશે, તો જ તમે તેને ખરીદી શકશો. હાલમાં, આ દવા કેમિસ્ટ પાસેથી સીધી ખરીદી શકાતી નથી. ખરીદ્યા પછી તમારે દિવસમાં 6 વખત દરેક nostril માં બે ટીપાં નાખવા પડશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 7 દિવસ સુધી દવા લીધા બાદ તમે કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશો.

કોરોના વાયરસ નેઝલ સ્પ્રેની અસરને કારણે તે ફેફસાંને સંક્રમિત કરવામાં સક્ષમ નથી. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, યુએસએમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આ સ્પ્રે કોરોનાના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સીલોન વેરિયન્ટને 2 મિનિટમાં મારી શકે છે. ગ્લેનમાર્ક ફાર્માને ભારતમાં ઉત્પાદન અને વેચાણ માટે ડ્રગ કંટ્રોલરની મંજૂરી મળી છે. આ દવા ઈઝરાયેલ, થાઈલેન્ડ, બહેરીન, ઈન્ડોનેશિયા, સિંગાપોરમાં પણ વેચવામાં આવશે.

 આ પણ વાંચો: એક કરોડથી વધુ કિશોરોને બંને ડોઝ મળ્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું

 આ પણ વાંચો: CM યોગીનું ‘વિજય સુનિશ્ચિત’ વાળું ટ્વિટ, PM મોદી સાથેની નવી તસવીર