Kutch/ કંડલામાં ઘઉંના 5 હજાર ટ્રક , 16 રેલ રેક , 4 જહાજ અટવાયા

કેંદ્ર સરકાર દ્વારા ઘઉં નિકાસ પર પ્રતિબંધ ઘોષિત થતાજ 20 લાખ જેટલા ઘઉંનો જથ્થો જે ડીપીએ, કંડલા પહોંચી ચુક્યો છે અને જે હજી પણ રસ્તામાં છે તેનું શું થશે તે અંગે સવાલ ઉભા થયા છે. નિકાસકારોને કરોડોનું નુકશાન જશે તેવી દહેશત સેવાઈ રહી છે ત્યારે હાલમાં કંડલામાં 3 હજાર જેટલી ઘઉં ભરેલી અને આગમનમાં રહેલી ટ્રકો,

Gujarat
brahma 8 કંડલામાં ઘઉંના 5 હજાર ટ્રક , 16 રેલ રેક , 4 જહાજ અટવાયા
  • 20 લાખ ટન જેટલા ઘઉં પોર્ટ પર ખડકાયા બાદ એક્સપોર્ટ પર શરતી પ્રતિબંધથી નિકાસકારોને કરોડોનો ફટકો.
  • એલસી ધારકો પણ અટવાયા, ડીજીએફટીના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શનિ , રવિ અને સોમવારે પણ રજા હોવાથી નહી મળવાથી કાર્ગો અટવાયો

કેંદ્ર સરકાર દ્વારા ઘઉં નિકાસ પર પ્રતિબંધ ઘોષિત થતાજ 20 લાખ જેટલા ઘઉંનો જથ્થો જે ડીપીએ, કંડલા પહોંચી ચુક્યો છે અને જે હજી પણ રસ્તામાં છે તેનું શું થશે તે અંગે સવાલ ઉભા થયા છે. નિકાસકારોને કરોડોનું નુકશાન જશે તેવી દહેશત સેવાઈ રહી છે ત્યારે હાલમાં કંડલામાં 3 હજાર જેટલી ઘઉં ભરેલી અને આગમનમાં રહેલી ટ્રકો, 16 ટ્રેન રેક તેમજ અડધા ઘઉંની લોડ થયેલા 4 જહાજ સ્ટેન્ડબાયમાં રહેવા મજબુર બન્યા છે. જેમની પાસે એલસી છે, તેઓ પણ લોડ નથી કરી શકતા કારણે કે કસ્ટમ દ્વારા ડીજીએફટી રજીસ્ટ્રેશન મંગાઈ રહ્યું છે, જે ત્રણ દિવસની સરકારી રજાઓના કારણે મળી શકે તેમ નથી.

સરકાર દ્વારા ગત રોજ નોટિફીકેશન બહાર પાડીને દેશમાં ઘઉંના વધતા ભાવો અને સ્થાનિક ફુડ સિક્યોરીટીનો મત આગળ ધરીને ઘઉંના એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય જાહેર કરાયો હતો. જેના કારણે 20 લાખ ટન જેટલા ઘઉં જે અગાઉથી આવી ચુક્યા છે, અને તેમાંથી મહતમ પાસે એલસી ( લેટર ઓફ ક્રેડીટ ) નથી તેનું શું થશે તે અંગે અસમજંસનો માહોલ ઉભો થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ત્રણ હજાર જેટલી ઘઉંથી લોડ ટ્રકો અનલોડ થવા પોર્ટ પર છે, તો ચાર ક્ષીન યુ હાઈ, જગ રાધા, મના અને વેલીએન્ટ સમર નામક જહાજ પર ઘઉં લોડીંગની પ્રક્રિયા જે ચાલતી હતી. તેને રુક જાવો નો આદેશ કસ્ટમ દ્વારા આપી દેવાયો છે. તેમાં કેટલીક પાર્ટીઓ એલસી હોવાનો દાવો કરી રહ્યો છે, પરંતુ માત્ર એલસી નહી, તે સાથે ડીજીએફટી રજીસ્ટ્રેશન પણ આપવાનું કસ્ટમ વિભાગ દ્વારા જણાવાઈ રહ્યું છે.

પરંતુ શનિવારે બહાર આવેલી નોટિફીકેશન બાદ રવિવાર અને સોમવારના બુદ્ધ પુર્ણીમા હોવાથી આ ઓનલાઈન પ્રક્રિયા પણ નિકાસકારો કરી શકવા અક્ષમ હોવાથી વધતા જતા ડેમરેજ અને સમયનો બોજ તેમના પર જીંકાયો છે. ડેમરેજથી બચવા અનલોડ કરવાની ચર્ચા પણ થઈ રહી છે ત્યારે આગામી જેમની પાસે એલસી પણ નથી તેમના લાખો ટન ઘઉંનું હવે શું થશે તેનો રસ્તો કાઢવા સરકાર પર દબાણ વધી રહ્યું છે.

ટ્રેડમાંથી બહાર આવતી લાગણીઓ અનુસાર જેટલો કાર્ગો પોર્ટ પરીસરમાં એક્સપોટ હેતુંથી આવી ચુક્યો છે, તેને પરવાનગી આપી દેવી જોઇએ તેવો સુર ઉઠવા પામ્યો છે. આ પાછળ આગળ થયેલા કોંટ્રાક્ટ, આટલા જથ્થાને પરત મોકલવાથી થનાર નુકશાન, નિકાસના ઉદેશ્યથી જેટલા ઉંચા ભાવે જથ્થો લેવાયો છે, એટલા ભાવ સ્થાનિક વેંચાણમાં પણ ન મળી શકવા જેવા કારણોના કારણે નિકાસકારો મોટો ફટકો અનુભવી રહ્યા છે, ત્યારે આ તમામ પરિસ્થિતિમાં રાતોરાત લેવાયેલા નિર્ણયથી ટ્રેડના હીતો પણ જોવા જોઇએ તેવો સુર વ્યક્ત કરાયો હતો.