એન્કાઉન્ટર/ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને કર્યો ઠાર,સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર તાજેતરમાં થયેલા હુમલામાં સામેલ એક આતંકવાદી રવિવારે શહેરમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો

Top Stories India
15 6 કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને કર્યો ઠાર,સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો પર તાજેતરમાં થયેલા હુમલામાં સામેલ એક આતંકવાદી રવિવારે શહેરમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. પોલીસે આ માહિતી આપી છે.એક અધિકારીના જણાવ્યા અનુસાર, બિશમ્બર નગરમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતાં, સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, જેના પછી આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો. અધિકારીના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેના કારણે બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ અને એક આતંકવાદી માર્યો ગયો.

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે કહ્યું કે માર્યો ગયો આતંકવાદી શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં 4 એપ્રિલે થયેલા હુમલામાં સામેલ હતો જેમાં એક CRPF જવાન શહીદ થયો હતો અને અન્ય ઘાયલ થયા હતા.IGPએ ટ્વિટર પર કહ્યું, “તાજેતરમાં CRPF જવાનો પર થયેલા હુમલામાં સામેલ એક આતંકવાદી શ્રીનગરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો, જ્યારે બીજાને પકડવાના પ્રયાસો ચાલુ છે. એન્કાઉન્ટર ચાલુ છે