ખુલાસો/ અખિલેશ યાદવે PM મોદીના આયુષ્ય મામલે કેમ ખુલાસો કરવો પડ્યો જાણો..

મોદીની કાશીના પ્રવાસ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જે નિવેદન આપ્યો હતો તે અતર્ગત તેમણે આજે ખુલાસો આપ્યા હતો.

Top Stories India
AKHILESH YADAV અખિલેશ યાદવે PM મોદીના આયુષ્ય મામલે કેમ ખુલાસો કરવો પડ્યો જાણો..
  • હુ વડાપ્રધાના લાંભા આયુષ્યની કામના કરૂ છું
  •  યોગી એને મોદીનો સમય ગયો
  • અખિલેશ યાદવ માટે વડાપ્રધાન પર ક્ષુલ્લક ટિપ્પણી કરવી શરમજનક બાબત છે.

વડાપ્રદાન મોદીની કાશીના પ્રવાસ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જે નિવેદન આપ્યો હતો તે અતર્ગત તેમણે આજે ખુલાસો આપ્યા હતો. આ મામલે અખિલેશે કહ્યું કે હુ વડાપ્રધાના લાંભા આયુષ્યની કામના કરૂ છું,મારો મતલબ એ હતો કે યુપી સરકારનો અંત હતો ,અને યોગી એને મોદીનો સમય ગયો. આ નિવેદથી અખિલેશ બેકફૂટ પર આવી ગ્યા હતા.

અખિલેશ યાદવે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની મુલાકાત પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કાશી એક સારી જગ્યા છે. છેલ્લી ક્ષણે કાશીથી વધુ સારી કોઈ જગ્યા નથી, છેલ્લી ક્ષણે પણ એવી જ રહે છે. તેથી વડાપ્રધાને એક મહિનાને બદલે ત્રણ મહિના બનારસમાં રહેવું જોઈએ. અખિલેશ ઈટાવામાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમનું આ નિવેદન સામે આવતા જ ભાજપ આક્રમક બની ગયું છે. ભાજપે તીખી પ્રતિક્રિયા આપી અને તેને શરમજનક ગણાવ્યું. કહ્યું કે ચૂંટણીમાં દેખીતી હારને કારણે અખિલેશે પોતાનું સંતુલન ગુમાવી દીધું છે.

બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે સપા પ્રમુખ અખિલેશ યાદવ માટે વડાપ્રધાન પર ક્ષુલ્લક ટિપ્પણી કરવી શરમજનક બાબત છે. તે દર્શાવે છે કે તેની માનસિકતા ઔરંગઝેબ જેવી છે, તેની માનસિકતા ઝીણા જેવી છે. તેણે જે રીતે રામ ભક્તો પર ગોળીબાર કર્યો, તે તેની વિચારસરણી છે.