ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ
કહેવાય છે ને માણસની અંદર કોઈ ને કોઈ ખાસિયત અવશ્ય હોય છે. કેટલાક લોકો વાળથી, તો કોઇ હાથેથી તો કોઇ પેટના સહારે મોટા વાહનો ખેંચતા હોય છે. કેશોદનો એક યુવાન દાંતથી 60 કિલોની ગુણી ઉપાડી શકે છે. આ યુવાનનું નામ છે સાગર ચૌહાણ.
સાગરને પહેલેથી જ આર્મીમાં ભરતી થઈ દેશ સેવા કરવાની ઈચ્છા હતી અને નિયમિત પ્રેક્ટિસ શરૂ કરી હતી પણ કોઈ સંજોગોવત આ સ્વપ્ન સાકાર ન થયું બાદમાં સાગરના પરિવારે સીંગદાણાના મિલમાં શ્રમિકોનો કોન્ટ્રાકટ રાખવાનું શરૂ કર્યું હતું આ યુવાનનો પરિવાર પહેલેથી જ મજુરી કામ કરે છે

સાગર ખૂબ નાની ઉંમરમાં સિંગદાણા મિલમાં કામ શરૂ કર્યું હતું. સાગરને એક દિવસ વિચાર આવ્યો કે હું 60 કિલો વજન ધરાવતી કોઈ પણ ગુણી દાંતથી ઉપાડી શકું કે કેમ ? ત્યારબાદ તેણે આવી એક કોશિશ કરી તો તે પોતે 60 કિલો જેટલા સિંગદાણાનો કટો લઈ 100 મીટર સુધી આરામથી ચાલી શકે છે.

આ યુવાને જણાવ્યું હતું કે આટલો વજન દાંત થી ઉચકયા બાદ તેમણે પોતાના એ પોતાના આવા ફોટા સોશિયલ મીડિયામાં મુકતા મિત્રો તેમની સાથે શરતો લગાડતા અને સાગરને નાણાં પણ મળતા હતા પરંતુ તે રકમ સાગર પોતાના ખિસ્સામાં રાખવાને બદલે ગાયોને ચારો નાખી સેવાનું કાર્ય કરી રહ્યાં છે.
